ભારત કેવી રીતે વિકસિત દેશ બનશે,RBI પૂર્વ ગવર્નર રાજને કહ્યું શું કરવાની જરૂર છે?

PC: punjabkesari.in

જો ભારતે વિકસિત દેશ બનવું હશે તો દેશની આર્થિક વાર્ષિક વૃદ્ધિ 7 ટકાથી વધુની ઝડપે વધારવી પડશે. તો જ ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. આ વાત RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન કહે છે. કોલકાતામાં તેમના પુસ્તક લોન્ચ દરમિયાન, તેમણે કહ્યું કે 7 ટકા વૃદ્ધિ દરે, ભારતની માથાદીઠ આવક વર્તમાન 2,400 ડૉલર (આશરે 2 લાખ)થી વધીને 2047 માં 10,000 ડૉલર (રૂ. 8.3 લાખ) થશે.

રઘુરામ રાજને અર્થશાસ્ત્રી રોહિત લાંબા સાથે મળીને 'બ્રેકિંગ ધ મોલ્ડઃ રિઇમેજિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક ફ્યુચર' પુસ્તક લખ્યું છે. તેના લોન્ચિંગ પ્રસંગે રઘુરામ રાજને જણાવ્યું હતું કે ભારતે 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવા માટે શિક્ષણ અને આરોગ્ય સંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે સરળ નથી.

પૂર્વ ભારતીય ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, મજબૂત પાયો બાંધવા માટે ગવર્નન્સ રિફોર્મ્સની સાથે શિક્ષણ અને હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે ભારતના વિકાસ માટે ભાવિ દિશા નક્કી કરવા પર ભાર મૂક્યો હતો. દેશ હાલમાં જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ભોગવે છે તે 2050 પછી ઘટશે. તેમણે તમામ વિભાગોમાં સમતોલ વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રઘુરામ રાજને કહ્યું કે, હાલમાં ઉપલા સ્તરે આવક વધી રહી છે. રઘુરામ રાજન અને રોહિત લંબા બંનેએ ભારતમાં ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનોનું ઉત્પાદન કરવા અને વ્યવસાયને ટેકો આપવા પર મહત્વ આપ્યું. RBIના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું કે, જો ભારત 2047 સુધી 6 ટકાના દરે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખશે, તો પણ તે નીચું મધ્યમ અર્થતંત્ર જ રહેશે.

તેમણે તેમની નોંધમાં કહ્યું હતું કે, જો દેશ ઝડપથી વિકાસ નહીં કરે, તો તે વસ્તી વિષયક રીતે વૃદ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતને ઝડપથી સમૃદ્ધ થવાની જરૂર છે, કારણ કે તેને હજુ પણ વૃદ્ધ વસ્તીનો સામનો કરવો પડશે. જો કે, આ સિવાય અન્ય ઘણા પડકારો હોઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતનો વિકાસ દર 7 ટકાની ઝડપે વધે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp