શેરબજાર હવે કેવું રહેશે? નિષ્ણાતોનો મત જાણો
બજેટ 2024 મંગળવારે લોકસભામાં રજૂ થયું પછી બે દિવસથી શેરબજારમાં ગાબડા જોવા મળી રહ્યો છે. મંગળવારે અને બુધવારે બંને દિવસ ભારે ઉથલ પાથલ જોવા મળી. જાણકારોનું કહેવું છે કે શેરબજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાને કારણે નારાજગી જોવા મળી રહી છે.
જો કે બજાર પહેલેથી ઓવરબોટ પોઝિશનમાં હતું અને બજાર ઘટવા માટે કોઇ બહાનાની જરૂર હતી, જે બજેટમાં મળી ગયું, એટલે શેરબજાર તુટ્યું, પરંતુ આ સ્થિતિ લાંબી રહેશે નહીં. જ્યારે ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે તેમણે પહેલીવાર સિક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેક્સ (STT) દાખલ કર્યો ત્યારે પણ બજારે આવું જ રિએક્શન આપ્યું હતું, પરંતુ થોડા સમય પછી બધા ભૂલી ગયા હતા. કંપનીના પરિણામો પર કેપિટલ ગેઇન ટેક્સની કોઇ અસર પડવાની નથી. બીજું કે શેરબજાર મજબુત છે એટલે થોડા સમયમાં ઉછાળો આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp