હુરુન ઇન્ડિયાના ટોપ-50 અંડર-35 ઉદ્યોગકારોના લિસ્ટમાં ગુજરાતની આ છોકરી પણ સામેલ

PC: twitter.com

હુરુન ઇન્ડિયાએ ભારતના 35 વર્ષની અંદરના ટોપ-50 ઉદ્યોગકારોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના અમદવાદની એક છોકરીનું નામ પણ સામેલ છે.

હુરુન ઇન્ડિયાએ અંડર-35 ઉદ્યોગકારોની પહેલીવાર યાદી જાહેર કરી અને તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીનું પણ નામ છે. તો ટીચીંગ એન્ડ લર્નિગ પ્લેટફોર્મ ટોડલની ફાઉન્ડર પરિતા પારેખનું પણ નામ છે. પરિતા ગુજરાતના અમદાવાદની છે અને તેનો પરિવાર અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્કુલ ચલાવે છે. પરિતાનું નાનપણથી બિઝનેસ માઇન્ડ છે, તેણીએ 15-16 વર્ષની વયે વંડરબોક્સ નામથી એજ્યુકેશન બિઝનેસ શરૂ કર્યો હતો.

પરિતા માત્ર 3 વર્ષની હતી ત્યારથી સ્વીમીંગ શીખી હતી અને તેણીનો ઇન્ટરનેશનલ લેવલે સૌથી નાની વયની સ્વીમરનો રેકોર્ડ છે. પરિતાએ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સ્વીમીંગમાં અનેક ઇનામો જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp