ભારત પેની AGMમાં મને ધમકાવવામાં આવ્યો હતો, અશનીર ગ્રોવરનો દાવો

PC: freepressjournal.in

ફિનટેક કંપની ભારત પેના બોર્ડને અશનીર ગ્રોવરે એક લેટર મોકલીને આરોપ લગાવ્યો છે કે, કંપનીની AGMમાં તેમને ધમકાવવામાં આવ્યા હતા. આ બેઠક 31મી ડિસેમ્બરના રોજ થઇ હતી. ભારત પેના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટરનો દાવો છે કે, બેઠકમાં કંપનીના જનરલ કાઉન્સિલે તેમને ધમકી આપી છે. આ બેઠકમાં કંપનીના ચેરમેન રજનીશ કુમાર અને બીજા મોટા રોકાણકારો શામેલ ન થયા હતા. અશનીર ગ્રોવરે પોતાના લેટરમાં લખ્યું છે કે, તેનાથી ખબર પડે છે કે, કંપનીને ચલાવનારા કેટલા ગંભીરતાથી કામ કરી રહ્યા છે.

અશનીર ગ્રોવરે 3જી જાન્યુઆરીના રોજ આ લેટર ભારત પેના બોર્ડને મોકલ્યો છે. આ લેટરમાં લખવામાં આવ્યું છે કે, 315 કરોડ રૂપિયાના 7880 ઇક્વિટી શેર કંપનીના 4 મહત્ત્વના અધિકારીઓને આપવામાં આવ્યા છે. તેમાં ચેરમેન રજનીશ કુમાર, ફાઉન્ડર સાશ્વત નાકરાણી, કંપનીનું CEO પદ છોડનારા સુહૈલ સમીર અને જનરલ કાઉન્સિલ સુમીત સિંહ શામેલ છે. આ શેર આ અધિકારીઓને ESOP (એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન) હેઠળ આપવામાં આવ્યા છે.

અશનીર ગ્રોવરે પોતાના લેટરમાં લખ્યું છે કે, ચેરમેન તરીકે સુમીતે પક્ષપાતપૂર્ણ રીતે આ બેઠક બોલાવી અને મને ધમકી આપી રહ્યા હતા કે હું તને મીટિંગ પછી બહાર જોઉં છું. આ એક ધમકી જ હતી. બિલકુલ એ જ રીતે ફેબ્રુઆરી, 2022માં રજનીશ કુમારના ઘર પર ભાવિક કોલાડિયાએ મને ધમકી આપી હતી.

આ લેટર અનુસાર, ભારત પેની AGM જલ્દી જલ્દીમાં બોલાવવામાં આવી હતી. બેઠકમાં કંપનીની નાણાંકીય હેલ્થ સંબંધિત કોઇ જવાબ નહોતો આપવામાં આવ્યો. તે સિવાય અશનીર ગ્રોવરે પોતાના લેટરમાં એ પણ લખ્યું કે, AGM રજનીશ કુમારની અનુપસ્થિતિમાં થઇ રહી હતી. આ બેઠક માટે રજનીશ કુમારે ફાઉન્ડર સાશ્વત નાકરાણીને ચેરમેનનું દાયિત્વ સોંપ્યું હતું અને નાકરાણીએ જનરલ કાઉન્સિલ સુમીત સિંહને મીટિંગની અધ્યક્ષતા કરવાની જવાબદારી આપી હતી.

અશનીર ગ્રોવરે એ પણ આરોપ લગાવ્યો છે કે, ભારત પેએ 60 કરોડ રૂપિયાની લોન સુહૈલ સમીરના કોઇ ઓળખાણ વાળી કંપની કે વ્યક્તિ પાસે લીધી છે. અશનીર ગ્રોવરે પુછ્યું કે, શું તેનું ઓડિટિંગ થયું છે. તેમણે કહ્યું કે, આ લોન નક્કી સમય પહેલા જ ચૂકવી દીધી હતી.

આ મુદ્દે ભારત પેએ કહ્યું કે, કંપનીની AGM 31મી ડિસેમ્બરના રોજ નિયમો અનુસાર જ થઇ હતી. આ મુદ્દે લગાવવામાં આવેલા આરોપ જૂઠ્ઠા છે. અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન ગ્રોવર આ બેઠકમાં શામેલ થયા હતા અને તેમનો ઇરાદો પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવાનો હતો. ત્રણ કલાક ચાલેલી બેઠકમાં અશનીર ગ્રોવરે કંપનીના એ પ્રતિનિધિઓ અને કર્મચારીઓને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો જે પોતાનું કામ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp