70 કલાકના નિવેદન બાદ નારાયણ મૂર્તિએ ફરી કહ્યું- 'મેં પોતે 85-90 કલાક કામ કર્યું'

PC: abplive.com

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના તેમના નિવેદન પર અડગ રહ્યા છે. તેમણે કહ્યું કે, જો ગરીબી દૂર કરવી હોય તો વધુ કામ કરવું એ જ એક માત્ર રસ્તો છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ પોતે અઠવાડિયામાં 85-90 કલાક કામ કરતા હતા, જે સમયનો વ્યય નથી. પોતાની વાતને બીજી વખત બોલતા તેમણે કહ્યું કે, ભારતીય યુવાનોએ ઓછામાં ઓછા 70 કલાક કામ તો કરવું જ જોઈએ.

નારાયણ મૂર્તિએ મીડિયા સૂત્રોને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'હું સવારે 6:20 વાગ્યે ઓફિસમાં જતો હતો, સાંજે 8:30 વાગ્યે ઓફિસથી નીકળી જતો હતો અને અઠવાડિયામાં છ દિવસ કામ કરતો હતો.' નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોથી લઈને 1994 સુધી, તેમણે અઠવાડિયામાં 85 થી 90 કલાકથી વધુ કામ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે, આજે જે પણ સફળ કે સમૃદ્ધ બન્યો છે, તેણે સખત મહેનત કરી છે.

ઇન્ફોસિસના સ્થાપકે કહ્યું કે, તેમના માતા-પિતા સખત મહેનતમાં વિશ્વાસ કરતા હતા અને તેમને બહુ પહેલા જ શીખવ્યું હતું કે ગરીબીમાંથી બચવાનો એકમાત્ર રસ્તો છે સખત મહેનત કરવી. નારાયણ મૂર્તિ કહે છે કે, દરેક કલાકનું કામ મહત્તમ ઉત્પાદકતા આપે છે. આવી સ્થિતિમાં, યુવાનોએ અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછા 70 કલાક તો કામ કરવું જ જોઈએ.

નારાયણ મૂર્તિએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે, જો ભારતે ઝડપથી (ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ) વિકાસ કરવો હોય તો યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું પડશે, આ અઠવાડિયામાં સતત 6 દિવસ એટલે કે દરરોજ લગભગ 12 કલાક કામ કરવું પડશે. આ નિવેદન પછી દેશમાં જોરદાર ચર્ચા જાગી હતી. કેટલાક લોકો નારાયણ મૂર્તિના વિચારો સાથે સહમત હતા, જ્યારે અન્ય કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. અન્ય લોકો માનતા હતા કે, કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે, સમય પર નહીં.

જાપાનનું ઉદાહરણ આપતા નારાયણ મૂર્તિએ કહ્યું કે, તે દેશ આટલી ઝડપથી પ્રગતિ કરી શક્યો, કારણ કે તેણે બીજા વિશ્વ યુદ્ધ પછી રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરી અને લાંબા સમય સુધી કામ કર્યું. તેમણે કહ્યું કે, લાંબા સમય સુધી કામ કરવાની બાબતમાં ભારત વિશ્વમાં સૌથી ઓછા દેશોમાંનો એક છે. આ માટે યુવાનોએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp