વરસાદથી બચવાનો નુસખો... અબજપતિએ શેર કર્યો વીડિયો, કહ્યું- આ બેસ્ટ આઈડિયા છે

PC: x.com/anandmahindra

ઉનાળાની આકરી ગરમી વચ્ચે દેશમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાંએ ઠંડક આપવાનું શરૂ કરી દીધું છે અને મુંબઈમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. મુંબઈમાં વરસાદ હંમેશા ચર્ચાનો વિષય બને છે અને આ વખતે પણ તેનું વલણ દર વખતની જેમ જ જોવા મળી રહ્યું છે. દરમિયાન, પીઢ ભારતીય અબજોપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન, આનંદ મહિન્દ્રાએ આ વરસાદથી બચવા માટે એક સરસ ઉપાય શેર કર્યો છે. તેણે તેના ટ્વિટર (હવે X) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બિલિયોનેર બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ બિઝનેસમેનમાં સામેલ છે અને તેઓ દરરોજ કંઈક રસપ્રદ શેર કરે છે, જે વાયરલ થાય છે. આવું જ કંઈક તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટ સાથે થયું છે. આ પોસ્ટમાં એક વીડિયો છે, જેમાં વરસાદ દરમિયાન છત્રીનો ઉપયોગ કરવાની નવી રીત બતાવવામાં આવી છે. આનંદ મહિન્દ્રાએ તેને મુંબઈના વરસાદમાં ટકી રહેવાનો શ્રેષ્ઠ વિચાર ગણાવ્યો છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો માત્ર 14 સેકન્ડનો છે અને તેમાં એક માણસ વરસાદમાં હાથમાં છત્રી લઈને ચાલવાને બદલે તેના હેન્ડલમાં બે હેંગરનો ઉપયોગ કરે છે અને તેને બેકપેકની જેમ પોતાની પીઠ પર લટકાવી દે છે, અને પછી બંને હાથમાં તેની બેગ અને અન્ય સામાનને લઈને આગળ વધે છે. મહિન્દ્રાના ચેરમેને આ વીડિયોને મુંબઈના વરસાદ દરમિયાન એક શાનદાર આઈડિયા ગણાવ્યો છે અને તેના કેપ્શનમાં ખૂબ જ રસપ્રદ વાત લખી છે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેને આ વીડિયો પોસ્ટ સાથે આપેલા કેપ્શનમાં લખ્યું છે કે, 'આખરે મુંબઈમાં આ ચોમાસામાં સતત પડતો વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, મારા મતે અત્યારે આ કંઈ વધારે નથી, પરંતુ હવે કદાચ સમય આવી ગયો છે કે, આપણે આ વરસાદથી બચવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવવો જોઈએ. આવી સ્થિતિમાં, પહેરી શકાય તેવી છત્રી વિશે વિચારવું એક સારો વિચાર હોઈ શકે છે.' સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ પોસ્ટને લાખો લોકોના વ્યૂઝ મળ્યા હતા.

વરસાદમાં નવી રીતે છત્રીનો ઉપયોગ કરવાનો વિચાર જણાવતી આ વીડિયો પોસ્ટ આનંદ મહિન્દ્રાની દરેક પોસ્ટની જેમ વાયરલ થઈ રહી છે. 22 જૂનના રોજ શેર કરવામાં આવેલી આ પોસ્ટને સમાચાર લખાય ત્યાં સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા અને હજારો લોકોએ તેને લાઈક કરી હતી. આ પોસ્ટ પર યુઝર્સ પોતપોતાની રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ મહિન્દ્રાની ટ્વિટર પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા 11.2 મિલિયન સુધી પહોંચી ગઈ છે. તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નવીન અને રમુજી પોસ્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp