વિકાસ બગડિયાના મતે PM મોદી જીત્યા તો આ શેર પર સો ટકા વળતર મળી શકે છે

PC: wikipedia.org

શેરબજારમાં કરોડો રોકાણકારોની નજર હાલમાં દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી પર છે. દરેક નિષ્ણાત માને છે કે, જો લોકસભાની ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર ત્રીજી વખત સત્તામાં આવે છે તો, શેરબજારમાં સારો ઉછાળો નોંધવામાં આવી શકે છે. જો કે, ઘણા નિષ્ણાતો 4 જૂન સુધી સામાન્ય ચૂંટણીના પરિણામોની રાહ જોવાની પણ સલાહ આપી રહ્યા છે. સેબીના રજિસ્ટર્ડ સંશોધન વિશ્લેષક વિકાસ બગડિયાએ જણાવ્યું છે કે, દેશમાં લોકસભાની ચૂંટણીને લગતી ઉત્તેજના ચરમસીમા પર છે અને એકવાર લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થઈ જશે, પછી શેરબજારના વેપારીઓ અને રોકાણકારોએ તે ક્ષેત્રો પર દાવ લગાવવાના પ્રયાસો કરવા જોઈએ, જે વર્તમાન સરકારની આગેવાની હેઠળના નીતિ સુધારાઓ અને પહેલોને કારણે ઘણી આગળ વધવાની છે .

લોકસભા ચૂંટણીના પરિણામોની શેરબજાર પર ભારે અસર જોવા મળી શકે છે. આનાથી ઘણા ક્ષેત્રો અને વ્યક્તિગત શેરોને અસર થવાની સંભાવના છે. જો તમે પણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોવ તો, વિકાસ બગડિયાએ સલાહ આપી છે કે, તમારે PSU સેક્ટર, ઈન્ફ્રા સેક્ટર, વોટર ઈન્ફ્રા, રેલવે અને મેટલ અને માઈનિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વિકાસ બગડિયાએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો પછી તમે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર પર દાવ લગાવી શકો છો. વિકાસ બગડિયાએ SAILના શેરમાં રૂ. 155 થી રૂ. 170ના સ્તરે રોકાણ કરવાની સલાહ આપી છે. વિકાસ બગડિયા કહે છે કે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર રૂ. 300ના લક્ષ્યાંકને સ્પર્શી શકે છે. વિકાસ બગડિયા સલાહ આપે છે કે, તમારે SAIL શેરમાં રૂ. 130નો સ્ટોપલોસ સેટ કરવો જોઈએ.

વિકાસ બગડિયાએ જણાવ્યું છે કે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દેશની સૌથી મોટી સ્ટીલ બનાવતી કંપની છે અને દેશના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝની દ્રષ્ટિએ મહારત્ન કંપની છે. SAIL 5 એકીકૃત પ્લાન્ટમાંથી લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન કરે છે, જ્યારે તેની પાસે ત્રણ ખાસ સ્ટીલ પ્લાન્ટ છે. SAIL તેનું કામ ઘરેલું કાચા માલનો ઉપયોગ કરીને જ કરે છે. SAIL સ્ટીલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી છે.

વિકાસ બગડિયાએ કહ્યું છે કે, SAIL શેરોએ તેમના મહત્વના પ્રાઇસ એક્શન સપોર્ટ ઝોનનું ફરી પરીક્ષણ કર્યું છે. સાપ્તાહિક ચાર્ટ પર સપોર્ટ ઝોનનું પરીક્ષણ કર્યા પછી, SAIL શેરોએ માસિક ચાર્ટ પર મજબૂત બ્રેકઆઉટ દર્શાવ્યું છે. MACD અને RSI જેવા સૂચકાંકો પણ માસિક ચાર્ટ પર SAIL શેર્સમાં મજબૂત તેજીનું વલણ દર્શાવે છે. આ રીતે, SAILના શેર હવે ઉચ્ચ સ્તર માટે તૈયાર થઈ રહ્યા છે.

નોંધઃ શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા રોકાણ નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp