નારાયણ મૂર્તિના મતે દેશનું વર્ક કલ્ચર બદલવું હશે તો આટલા કલાક કામ કરવું પડશે

PC: facebook.com/narayanmurthy.narayanmurthy.1

છેલ્લા બે-ત્રણ દાયકામાં આર્થિક મોરચે સારું પ્રદર્શન કરનારા દેશો સાથે સ્પર્ધા કરવા માટે ભારતે તેનું વર્ક કલ્ચર બદલવું જ પડશે. આ માટે યુવાનોએ કામમાં વધુ સમય આપવો જોઈએ. આવું ઇન્ફોસિસના સહ-સ્થાપક NR નારાયણ મૂર્તિનું કહેવું છે. તેમના મતે ભારતની કાર્ય ઉત્પાદકતા એટલે કે વર્ક પ્રોડ્ક્ટિવીટી વિશ્વમાં સૌથી ઓછી છે.

ભારતની વર્ક પ્રોડક્ટિવીટી વધરવા માટે નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશનો દરેક યુવાનો સપ્તાહમાં 70 કલાક કામ કરે. એટલે સપ્તાહના 7 દિવસ ગણીએ તો રોજના 14 કલાક કામ કરવાની મૂર્તિએ યુવાનોને સલાહ આપી છે. મૂર્તિએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન અને જર્મની આવું કરીને વિકાસની બુલંદીઓ પર પહોંચ્યા હતા.

3one4 કેપિટલના પોડકાસ્ટ 'ધ રેકોર્ડ'માં, ઈન્ફોસીસના પૂર્વ CFO મોહનદાસ પાઈ સાથેની વાતચીતમાં, નારાયણ મૂર્તિએ રાષ્ટ્ર નિર્માણથી લઈને ટેકનોલોજી, આજના યુવાનો અને તેમની કંપની ઈન્ફોસીસ સુધીના ઘણા વિષયો પર તેમના વિચાર રજૂ કર્યા હતા.આ પોડકાસ્ટ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

 

નારાયણ મૂર્તિએ ભારતની ઓછી વર્ક પ્રોડક્ટીવીટી કેમ છે તેના કારણો ગણાવ્યા હતા. તેમણે કહ્યુ કે,સરકારમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની લેટ લતિફી એટલે કે કામમાં વિલંબ કરવો એ કામની ઉત્પાદકતા ઓછી થવાનું મુખ્ય કારણ છે. તેમણે કહ્યું, “ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. જ્યાં સુધી આપણે સરકારી સ્તરે ભ્રષ્ટાચાર ઓછો નહીં કરીએ અને અમલદારશાહીના વિલંબને કાબૂમાં નહીં લઈએ ત્યાં સુધી આપણે એવા દેશો સાથે સ્પર્ધા કરી શકીએ નહીં કે જેમણે જબરદસ્ત પ્રગતિ કરી છે.

નારાયણ મૂર્તિએ કહ્યુ કે દેશની વર્ક પ્રોડક્ટિવીટીને વધારવા માટે યુવાનોએ આગળ આવવું પડશે. તેમણે કહ્યુ કે,મારી યુવાનોને અપીલ છે કે તેઓ આગળ આવે અને એવું કહે કે આ મારો દેશ છે, હું સપ્તામાં 70 કલાક કામ કરવાનું પસંદ કરીશ.

તેમણે આગળ કહ્યુ કે બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન અને જર્મનીએ એ સુનિશ્ચિત કર્યું હતું કે તેમના નાગરિકો થોડા વધારે કલાક કામ કરે.

ઇન્ફોસીસના ફાઉન્ડરે આગળ કહ્યુ કે ભારતની કુલ વસ્તીમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે. એટલે દેશને વિકાસના રસ્તા પર આગળ વધારવાની જવાબદારી યુવાનોના ખભા પર જ છે. તેમણે કહ્યું કે દેશનું વર્ક કલ્ચર બદલવું જ પડશે. તે શિસ્ત, સખત મહેનત અને નિશ્ચય પર આધારિત હોવું જોઈએ. જો આમ નહીં થાય તો સરકાર બહુ કંઈ કરી શકશે નહીં

નારાયણ મૂર્તિએ કહ્યુ કે, આપણે શિસ્તમાં રહેવું પડશે અને પોતાની વર્ક પ્રોડક્ટવીટી વધારવી પડશે. જ્યાં સુધી આપણે આવું નહીં કરીએ ત્યાં સુધી સરકાર આપણું ભલું કરી શકે નહીં. જેવી લોકોની સંસ્કૃતિ હશે સરકાર પણ તેવી જ હશે. એટલે આપણે પોતાને દ્રઢનિશ્ચયી, અત્યંત શિસ્ત અને અત્યંત પરિશ્રમી વ્યકિત તરીકે બદલવી પડશે અને બદલાવની શરૂઆત યુવાનોથી થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp