જો તમારી પાસે આઈડિયા હશે તો રિલાયન્સ તમને બનાવશે બિઝનેસમેન, જાણો શું છે ઓફર

PC: dnaindia.com

જો તમારી પાસે આઈડિયા છે તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તમને આગળ વધવા માટે મદદ કરશે. જેના માટે કંપનીએ JioGenNext પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે, જે નવા આઈડિયાવાળા સ્ટાર્ટઅપને પોતાની Jio ઈકોસિસ્ટમથી મદદ કરે છે. અહીંયાં કંપનીના એક્સપર્ટની સલાહથી લઈને ટ્રેનિંગ સુધીની મદદ કરવામાં આવે છે. અહીંયાં લોકો પોતાનો બિઝનેસ આઈડિયા ગમે ત્યારે આપી શકે છે. કંપની દર 3 મહિને એક નવો પ્રોગ્રામ શરૂ કરે છે, જેમાં નવા લોકોને શામેલ કરવામાં આવે છે.

શું છે આ પ્રોગ્રામ

કંપની JioGenNextના નામથી એક ઈકોસિસ્ટમ ચલાવે છે. અહીં નવા આઈડિયા આપનારને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. લોકોએ પોતાના આઈડિયા અહીં મોકલવાના હોય છે, જેને એક જજની સામે રાખવામાં આવે છે. જજને જેનો આઈડિયા પસંદ આવે છે તેને તેઓ 3 મહિનાની ટ્રેનિંગ માટે પસંદ કરે છે. અહીં રિલાયન્સના બિઝનેસ લીડર ટ્રેનિંગ આપવા સિવાય પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવા અથવા આગળ વધારવા માટેની રીત પણ બતાવે છે.

કઈ રીતે અપ્લાય કરી શકાય

જો તમે આ ટ્રેનિંગમાં રસ ઘરાવતા હોવ તો કંપનીની વેબસાઈટ https://www.jiogennext.com/faq પર જઈને અપ્લાય કરી શકાય છે. જેમાં એક પેજ પર કેટલાક સવાલો હોય છે, તેના જવાબ આપવાના હોય છે. જેમાંથી આવેદન ફોર્મ પર ક્લિક કરીને તેમાં તમામ માહિતી ભરવાની હોય છે. રિલાયન્સ એવા લોકોની પસંદગી કરે છે, જેનામાં કામ કરવાની ધગશ હોય અને પોતાના કામ પર ભરોસો હોય. જે લોકો બીજા માટે ઉદાહરણ બની શકે.

શું ફાયદો થાય છે.

અહીં પસંદ કરાયેલા લોકો દેશના સૌથી સારા સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક કરી શકે છે. અહીં તમારા પ્રોડક્ટનો Proof-of-Concept પ્રમાણે ટેસ્ટ પણ કરી શકાય છે. સફળ પ્રોડક્ટ માટે કઈ રીતે માર્કેટ ટેસ્ટ કરી શકાય અને કઈ રીતે કમર્શિયલ પાર્ટી સાથે પાર્ટનરશીપ કરી શકાય તે પણ જણાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp