જો તમે પણ આ ભૂલ કરી છે, તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ

PC: twitter.com

આજનો સમય ડિજિટલ વ્યવહારનો છે, કેમ કે તે ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે પણ મહત્તમ પેમેન્ટસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને અનિવાર્ય બનાવ્યા છે, જેથી નાણાકીય વ્યવહાર પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત પણ કેશમાં પેમેન્ટ કરનાર લોકો ઓછા નથી, પણ તે લોકો આ વાતથી અજાણ છે કે, ઇન્કમટેક્ષ વિભાગની નજર તેમના પર રહે છે. એક લિમિટથી વધુ રોકડના વ્યવહાર પર ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવી શકે છે.

બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટારની પાસે જો કોઈ મોટી રકમ ટ્રાન્જેક્શન કરે છે, તો તેની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવાની હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી છો, જે ડિજિટલ સિવાય કેશ ટ્રાન્જેક્શન વધુ કરો છો, તો તમે પોતે મુશ્કેલીઓને નિમંત્રણ આપી રહ્યા છો.

પ્રોપર્ટીની ખરીદી

30 લાખ અથવા તેનાથી વધુ કિંમતની પ્રોપર્ટીને વધુ કિંમતમાં ખરીદો છો અથવા વેચો છો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તરફથી આની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવશે. તેવી સ્થિતિમાં ઇન્કમટેક્ષ વિભાગ તમને આ કેશ ડીલ વિશે પૂછતાછ કરી શકે છે, પૈસાઓના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માગી શકે છે.

Credit Card બિલનું પેમેન્ટ

જો તમે Credit Cardનું બિલ પણ કેશમાં જમા કરો છો, તો તમારા માટે મુશ્કેલીઓ નિર્માણ થઇ શકે છે. જો તમે એક વારમાં 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડીટ કાર્ડના બિલના સ્વરૂપે જમા કરો છો, તો ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ તમને મળી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો, તો તમને પૈસાના માધ્યમ વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરો છો, તો અલર્ટ થઇ જાઓ. કેમ કે, એક નાણાકીય વિત્ત વર્ષમાં  10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમને ઇન્કમટેક્ષનું નિમંત્રણ આવી શકે છે.

FDમાં કેશ ડિપોઝીટ કરવું

જો તમે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરો છો, ભલે તે એક વારમાં હોય કે પછી અનેક વારમાં. ઇન્કમટેક્ષ વિભાગ તમને આ રકમના સ્ત્રોત વિશે પૂછી શકે છે. એટલે જ સારૂ રહેશે કે, તમે ડિજિટલ રીતથી પૈસા FDમાં જમા કરો, જેથી ઇન્કમટેક્ષ વિભાગની પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રહેશે,જેથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

 

બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવું

જેવી રીતે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરવા પર ઇન્કમટેક્ષ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, બરાબર તેવી જ રીતે જો તમે કોઈ પણ બેંક અથવા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ અથવા તેથી વધુ રકમ કેશમાં જમા કરો છો, તો તમે ઇન્કમટેક્ષ વિભાગના તપાસમાં આવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp