બજેટમાં મોદી સરકાર શું આપશે? આ લોકો માટે થઈ શકે છે મોટી જાહેરાત

PC: twitter.com

સામાન્ય ચૂંટણી અગાઉ રજૂ કરવામાં આવનાર બજેટમાં મોદીની ગેરંટીની છાપ રહેવાની સંભાવના છે. આ મધ્યસ્થ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો સહિત મતદાતાઓના મોટા વર્ગને આકર્ષિત કરવા માટે લોક લોભામણી યોજનાઓ રજૂ કરી શકાય છે. આ વાત પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે રવિવારે કહી. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર આ ગેરન્ટીને પૂરી કરવા માટે જો જરૂરિયાત પડી તો રાજકીય નુકસાનના લક્ષ્યને લઈને થોડી છૂટ પણ લઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25નું મધ્યસ્થ બજેટ રજૂ કરશે. આ તેમનું સતત છઠ્ઠી વખત બજેટ હશે.

ગર્ગે કહ્યું કે, વાસ્તવમાં લોકસભાની ચૂંટણી અગાઉ રજૂ થનાર બજેટ, સત્તામાં ઉપસ્થિત પાર્ટી માટે મફત અને લોક લોભામણી યોજનાઓના માધ્યમથી મતદાતાઓને આકર્ષિત કરવાનો અવસર હોય છે.વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી અગાઉ રજૂ થયેલા મધ્યસ્થ બજેટમાં પણ આપણે એમ થતા જોઈ ચૂક્યા છીએ. સરકારે વર્ષ 2019માં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ટારગેટ કરવામાં આવ્યા હતા. કુલ મળીને એ લગભગ 75 કરોડ મતદાતા છે. એવી સંભાવના છે કે સરકાર આ વખત પણ આ મતદાતાઓનું ખાસ ધ્યાન રાખશે.ઉલ્લેખનીય છે કે એ સમયે નાણામંત્રીની વધારાની જવાબદારી નિભાવી રહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મધ્યમ વર્ગને આકર્ષિત કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની કર યોગ્ય આવકને કરવેરામાંથી છૂટ આપી હતી. સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રોકડ પણ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી. એ સિવાય સંગઠિત ક્ષેત્ર (PM શ્રમ યોગી માનધન SYM) સાથે જોડાયેલા 50 કરોડ શ્રમિકોને સેવાનિવૃત્તિ પેન્શનમાં સરકારી યોગદાનનો પણ પ્રસ્તાવ કર્યો હતો. ગર્ગે કહ્યું કે, કુલ મળીને મોદીની ગેરન્ટીની છાપ આ વખત મધ્યસ્થ બજેટમાં જોવા મળી શકે છે.

શું છે મોદીની ગેરંટી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી જાહેરાતો કરી. તેમાં અન્ય વાતો સિવાય 450 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર, ગરીબ મહિલાઓને 1,250 રૂપિયાની રોકડ હસ્તાંતરણ, 21 વર્ષની ઉંમર સુધીની ગરીબ છોકરીઓને 2 લાખ રૂપિયા વગેરે જાહેરાતો સામેલ છે અને તેમને 'મોદીની ગેરંટી' નામ આપવામાં આવ્યું. પૂર્વ નાણાં સચિવે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રમાં બેરોજગારી અને વેતન ઘટાડાને લઈને ખૂબ સંકટ છે. કેન્દ્ર સરકાર પાસે અસંગઠિત ક્ષેત્રના 30 કરોડ શ્રમિકોનો આંકડો છે. નાણામંત્રી આ શ્રમિકોને આકર્ષિત કરવા માટે કેટલીક જાહેરાતો કરી શકે છે. તેમને વાર્ષિક કેટલીક રોકડ આપવાની જાહેરાત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે હાલમાં જ 6,000 રૂપિયા પ્રતિ મહિનાની આવકવાળા 94 લાખ ગરીબ પરિવારોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેને જોતા મધ્યસ્થ બજેરમાં આ તબક્કાને પ્રત્યક્ષ રૂપે નાણાકીય સહાયતા આપવાની સંભાવના છે.

રાજકોષીય નુકસાન પર કેટલી થશે અસર?

આ જાહેરાતોથી રાજકોષીય નુકસાનની સ્થિતિ પર પડનારી અસર બાબતે સવાલ પૂછવા પર તેમણે કહ્યું કે, સરકારે રાજકોષીય નુકસાન 17.9 લાખ કરોડ રૂપિયા એટલે કે 5.9 ટકા રહેવાનું અનુમાન રાખ્યું છે. આ અનુમાન GDPના 301.8 લાખ કરોડ રૂપિયાના અનુમાન પર આધારિત હતું. 2023-24ના પહેલા અગ્રિમ અનુમાનમાં GDP 296.6 લાખ કરોડ રહેવા પર એ 6 ટકા એટલે કે 17.8 લાખ કરોડ રૂપિયા બને છે. એ બજેટમાં નક્કી લક્ષ્યના લગભગ બરાબર છે. તેમને કહ્યું કે, સરકારે રાજકોષીય નુકસાનને નાણાકીય વર્ષ 2025-26 સુધી 4.5 ટકા પર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે એટલે કે વર્તમાનના 6 ટકાની તુલનામાં તેમાં 1.5 ટકાની કમી લાવવી પડશે.

ગર્ગે આ બાબતે વિસ્તારથી બતાવતા કહ્યું કે, સરકાર બજાર મૂલ્ય પર 10.5 ટકા આર્થિક વૃદ્ધિ સાથે 2024-25માં GDPનું અનુમાન 327.7 લાખ કરોડ રૂપિયા રાખી શકે છે. એવામાં રાજકોષીય નુકસાનમાં 0.75 ટકા કપાત કરવાનો અર્થ છે કે વ્યયમાં 2.5 લાખ કરોડ રૂપિયાની કમી હશે. એ મુશ્કેલ લાગે છે. બીજી તરફ સરકારની લોક લોભામણી યોજનાઓ પર પણ ખર્ચ થવાની સંભાવના છે, એ જોવાનું રસપ્રદ હશે કે શું મોદીની ગેરંટી પર થનારા વ્યયને ચરણબદ્ધ સમાપ્ત કરવામાં આવશે કે પછી કર રાજસ્વ,ગેર-કર અને વિનિવેશ પ્રાપ્તિઓના અનુમાનને વધારવામાં આવે. સૌથી વધુ સંભાવનાઓ એ છે કે મધ્યસ્થ બજેટ લોકસંભાની ચૂંટણીને અનુરૂપ હશે. રાજકોષીય મજબૂતી માટે ઇંતજાર કરી શકાય છે.

રાજસ્વના મોરચા પર સ્થિતિ બાબતે પૂછવામાં આવતા ગર્ગે કહ્યું કે, કરવેરા સંગ્રહ બજેટ અનુમાનથી ખૂબ સારું હશે. GST લક્ષ્યને અનુરૂપ છે. સીમા શુલ્ક અને ઉત્પાદન શુલ્કનું પ્રદર્શન જરૂર ખરાબ રહ્યું છે, પરંતુ RBI અને PSUથી વધુ લાભાંશ આવવાના કારણે ગેર કર રાજસ્વ, બજેટ અનુમાનથી વધુ હશે. વિનિવેશ આવકે ખૂબ નિરાશ કર્યા. કુલ મળાવીને અતિરિક્ત વ્યય માટે ગેર ઋણ પ્રાપ્તિઓ સારી સ્થિતિમાં રહેવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં કર અને કોર્પોરેટ કર સંગ્રહમાં ઉછાળ દેખાઈ રહ્યો છે. તેનથી કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ બજેટના અનુમાનથી લગભગ 1 લાખ કરોડ રૂપિયા વધી રહી શકે છે.

સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કરોથી 18.23 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું બજેટ લક્ષ્ય રાખ્યું હતું તેમાં મદમાં 10 જાન્યુઆરી 2024 સુધી કર સંગ્રહ 14.70 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે, જે બજેર અનુમાનના 81 ટકા છે. અત્યારે નાણાકીય વર્ષ પૂરું થવામાં 2 મહિના કરતા વધુ સમય બાકી છે. તો GST મોરચા પર કેન્દ્રીય GST રાજસ્વ 8.1 લાખ કરોડ રૂપિયાના બજેટ અનુમાનથી લગભગ 10,000 કરોડ રૂપિયા વધુ હોવાની આશા છે. જો કે, ઉત્પાદન શુલ્ક અને સીમા શુલ્ક સંગ્રહમાં લગભગ 49,000 કરોડ રૂપિયાના કમીની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp