છેલ્લાં 30 વર્ષમાં પારલે-Gનો ભાવ 1 જ રૂપિયા વધ્યો, જાણો, કેમ?

પારલે G બિસ્કીટનું પેકેટ દરેક જણાએ જોયુ હશે અને સ્વાદ પણ માણ્યો હશે. આ પારલે G બિસ્કીટના પેકેટનો ભાવ છેલ્લાં 30 વર્ષમાં માત્ર 1 જ રૂપિયા વધ્યો છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કંપનીએ આટલા વર્ષોમાં માત્ર 1 જ રૂપિયા ભાવ વધાર્યો? છેલ્લાં 30 વર્ષમાં તો બધી વસ્તુના ભાવો આસમાને પહોંચી ગયા છે.

1994માં પારલે Gનો ભાવ 4 રૂપિયા હતો જે આજે 5 રૂપિયામાં મળે છે. જાણકારોનું કહેવું છે કે, કપંનીએ બિસ્કીટના વજનમાં ઘટાડો કરી નાંખ્યો. પહેલાં પારલે Gનું પેકેટ 100 ગ્રામનું આવતું હતું, એ પછી 88 ગ્રામનું થયું, એ પછી ઘટાડીને 55 ગ્રામ કરી દેવાયું અને અત્યારે 45 ગ્રામ આવે છે.કંપનીએ કિંમતને બદલે વજનમાં ઘટાડો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp