રોકાણ માટે વિશ્વના CEOની ચોથી પસંદ ભારત, ઇંગ્લેન્ડને છોડ્યું પાછળ

PC: nri-invest.in

વિશ્વના CEOનો વિશ્વ આર્થિક વિકાસ પરથી ભરોષો ઘટ્યો છે. આ મુદ્દે ભારતની લોક પ્રિયતા પણ ગત વર્ષના 9 ટકાની તુલનામાં ઘટીને 8 ટકા થવા પામી હતી. તેમ છતા ભારતે ઇંગ્લેન્ડને પછાડી રોકાણ માટે સૌથી આકર્ષક ડેસ્ટિનેશન હોવાનો ખિતાબ હાંસલ કર્યો છે. ઇઁગ્લેન્ડમાં બ્રેગ્ઝિટના કારણે અનિશ્ચિતતાનો માહૌલ સર્જાયો છે. ભારતે ગત વર્ષે આ સર્વેમાં જાપાનને પાછળ પાડ્યું હતું. આ જાણકારી કન્સલ્ટન્સી ફર્મ PWC દ્વારા 91 દેશના 1378 CEOના સર્વેમાં સામે આવી છે. સર્વેને વર્લ્ડ ઇકોનોમી ફોરમ સમીતિના પહેલા દિવસે મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

30ટકા CEO એ જણાવ્યુ,12 મહિનામાં ગ્લોબલ ગ્રોથ રેટ ઘટશે

સર્વેમાં ભાગ લેનાર 15 ટકા સીઇઓએ જણાવ્યુ કે તેમને નથી ખબર કે સ્થાનીક માર્કેટથી બહાર કયો દેશ રોકાણ માટે વધુ આકર્ષક છે. ગત વર્ષે આ આંકડો 8 ટકા હતો. પોતાના ઘરની બહાર દરેક માર્કેટને ના કહેનાર CEOની સંખ્યા પણ 1 ટકાથી વધીને 8 ટકા કરવામાં આવી છે, 30 ટકા CEO માને છે કે 12 મહિનામાં વૈશ્વિક વિકાસની ગતી પણ ઘીમી હશે. તે ગત વર્ષની સરખામણીએ 6 ગણો છે.

ગત વર્ષે 57 ટકા CEOને આર્થિક વિકાસની આશા હતી. આ વખતે આ આંકડો 42 ટકા છે. ઉત્તરી અમેરીકાના CEOના વિશ્વાસમાં સૌથી વધુ કમી નોંધવામાં આવી છે. PWCના ચેરમેન બોબ મોરિત્જને કહ્યું કે CEOનો મત વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતી દર્શાવે છે. વધતા વેપાર તણાવને કારણે વિશ્વની અર્થવ્યવસ્થામાં CEOનો વિશ્વાસ ઘટ્યો છે. 85 ટકા CEOએ માન્યુ છે. આર્ટિફીશીઅલ ઇંટેલિજન્સ તેમના બિઝનેસને આવનાર કેટલાક વર્ષમાં નાયકીય રીતે બદલશે.

ભારતની સરખામણીએ અમેરીકામાં સાત ગણી FDI

દેશ 2016માં FDI 2017માં FDI
અમેરીકા 31.9 લાખ કરોડ 19.2 લાખ કરોડ
ચીન 9.3 લાખ કરોડ 9.5 લાખ કરોડ
જર્મની 1.2 લાખ કરોડ 2.4 લાખ કરોડ
ભારત 3.0 લાખ કરોડ 2.8 લાખ કરોડ
ઇંગ્લેન્ડ  --- 1.0 લાખ કરોડ


 

  
  
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp