ભારત સરકારે એલન મસ્કની ઈચ્છાઓ પર પાણી ફેરવ્યું, મસ્કની ઈચ્છા પૂરી થઈ શકશે નહીં!

PC: blogger.googleusercontent.com

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા માટે ફેક્ટરી સ્થાપવા માંગે છે, જેના માટે તેણે ભારત સરકાર પાસે વિશેષ છૂટ માંગી હતી. મંત્રાલયમાં આ અંગે ચર્ચા પણ થઈ હતી, પરંતુ એક અધિકારીનું કહેવું છે કે, અમેરિકન ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાને અત્યારે કોઈ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. જો પ્રોત્સાહનો આપવામાં પણ આવે તો તે ફક્ત તે કંપનીઓ માટે જ હશે, જેઓ તેમના સમગ્ર વ્યવસાયને ભારતમાં લાવવા માંગે છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં કોઈપણ કંપની અથવા વ્યવસાયને ક્યારેય વિશેષ પ્રોત્સાહન આપશે નહીં. અધિકારીએ કહ્યું કે, જો સરકારને પ્રોત્સાહન આપવાનું વિચારવું જ હોય તો તે ફક્ત તે EV કંપનીઓ માટે જ હશે જેઓ તેમના સમગ્ર વ્યવસાય સાથે ભારત આવવા માંગે છે. અધિકારીએ કહ્યું કે, અમેરિકાની ટેસ્લા કંપનીએ ડ્યુટીમાં છૂટની માંગ કરી હતી, જેની ચર્ચા માત્ર મંત્રાલયમાં જ થઈ હતી, પરંતુ ઈન્સેન્ટિવ આપવાના નિષ્કર્ષ પર ક્યારેય પહોંચી શકી નહોતી.

વર્ષ 2021માં, ટેસ્લા કંપનીના CEO અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. તેમણે સરકારને ઈલેક્ટ્રિક કારની કસ્ટમ ડ્યૂટી કિંમતમાં 40 ટકાનો ઘટાડો કરવા વિનંતી કરી હતી. હાલમાં, એન્જિનના કદ અને કિંમત, વીમા અને માલ ઉતારવાની કિંમત 40,000 US ડૉલર કરતાં ઓછા અથવા વધુ ખર્ચના આધાર પર વસૂલાત 60 ટકાથી 100 ટકા સુધીની છે.

અધિકારીએ કહ્યું કે, કોઈપણ એક કંપની માટે કોઈ વિશેષ છૂટ આપવામાં આવશે નહીં. જ્યારે આનો અમલ થશે, તે તમામ કંપનીઓ માટે હશે. કોઈ એક કંપનીને છૂટ આપવી તે યોગ્ય નથી. ઉપરાંત, જો કોઈ છૂટ આપવામાં આવે છે, તો તે હંમેશા બધા માટે ખૂબ જ કઠિન પ્રદર્શન સાથે જોડાયેલી રહેશે. અધિકારીએ સ્પષ્ટતા કરી કે, છૂટ અને કંપનીને લગતી મોટાભાગની બાબતો માત્ર અટકળો પર આધારિત છે. અધિકારીએ કહ્યું કે, તેઓએ છૂટછાટ માંગી છે, પરંતુ અમે કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેસ્લાના માલિક એલોન મસ્ક જૂનમાં ન્યૂયોર્કમાં PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને આ મુલાકાત પછી મસ્કે કહ્યું હતું કે, તેણે 2024માં ભારત આવવાની યોજના બનાવી છે. ગયા મહિને, ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે US સ્થિત ઇલેક્ટ્રિક વાહન અગ્રણી ટેસ્લાની ફ્રેમોન્ટ, કેલિફોર્નિયામાં ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, કંપની ભારતમાંથી તેના ઓટો ઘટકોની આયાત બમણી કરશે. આ પછી, એવા અહેવાલો આવ્યા હતા કે, ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે ટેસ્લાને કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાનું વિચારી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp