આ કંપનીએ કમાણીમાં 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તો પણ વેચવાની તૈયારીમાં સરકાર

PC: PIB

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જુદી જુદી કંપનીઓમાં પોતાની ભાગીદારી વેંચીને રૂ.2.10 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. પણ હવે આ ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું છે. જે કંપનીઓમાં સરકારની આવી ભાગીદારી છે એ કંપનીઓની યાદીમાં એર ઈન્ડિયા, LIC અને BPCLનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે ગત નાણાકીય વર્ષમાં BPCL, BEML, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભાગીદારી વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ વર્ષના નાણાકીય વર્ષમાં કોરોના વાયરસના સંકટને કારણે રોકાણને કોઈ ખાસ વેગ મળ્યો નથી. કામકાજ ધીમું પડી ગયું છે. સરકારને આ મહિને દેશની બીજી સૌથી મોટી તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પો.લિમિટેડ માટે ત્રણ બોલી મળી છે. સરકાર BPCLમાં પોતાની 52.98 ટકાની જે અગાઉની ભાગીદારી હતી એ વેચી રહી છે. જે ખરીદવાની દોડમાં માઈનિંગ ક્ષેત્રની મોટી કંપની વેદાંતા સિવાય અમેરિકાની બે પ્રાયવેટ ઈક્વિટી રોકાણ ફર્મ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઈ સ્કાવયાર્ડ કેપિટલની થિંક ગેસનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ સરકાર વધુ એક સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ખાનગીકરણ માટે આ અઠવાડિયે કોઈ બોલી માટે આમંત્રણ આપી શકે છે. જેમાં રસ દાખવતા ખરીદદારો માટે લીગલ ડૉક્યુમેન્ટ જમા કરવાની સમયમર્યાદા ફેબ્રુઆરીના મધ્ય સુધીની રહેશે. BPCLની જેમ આ સરકારી કંપની પણ કોરોનાના સંકટકાળમાં સૌથી વધુ ફાયદામાં રહી હતી. લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃતિઓ પર મોટી બ્રેક લાગી હતી. પણ આ દરમિયાન આ કંપનીએ મોટી કમાણી કરી લીધી.

આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં SCIને રેકોર્ડબ્રેક રૂ.317 કરોડનો મોટો ફાયદો થયો છે. જે એ પહેલાના 54 ત્રિમાસિક ગાળા કરતા અનેકગણો વધારે છે. આ જ વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીને 141.89 કરોડ રૂપિયાનો મોટો ફાયદો થયો છે. સરકાર શિપિંગ કોર્પોરેશનમાં પોતાની સંપૂર્ણ 63.75 ટકા ભાગીદારી વેચવા માટે યોજના બનાવી રહી છે. આ અઠવાડિયામાં એક PIM પણ જાહેર કરવામાં આવશે. જ્યારે ખરીદી કરનારને બોલી જમા કરાવવા માટે ફેબ્રુઆરી મહિના સુધીનો મોટો સમયગાળો આપવામાં આવ્યો છે.

શુક્રવારે શિપિંગ કોર્પોરેશનનો શેર BSEમાં 3.33 ટકાના વધારા સાથે 86.55 પર બંધ થયો હતો. હાલના માર્કેટ ભાવ પર સરકારી શિપિંગ કોર્પોરેશનમાં ભાગીદારીનું કુલ મુલ્ય રૂ.2500 કરોડ આસપાસ થાય છે. મંત્રી મંડળની આર્થિક બાબતોની સમિતીએ ગત વર્ષે જ શિપિંગ ક્ષેત્રે મોટા રોકાણને સીધી મંજૂરી આપી દીધી હતી. જોકે, આ કંપનીઓમાંથી ભાગીદારી વેચવાને લઈને સરકારી તિજોરીને મોટો ફટકો લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp