શેર માર્કેટમાં તોફાની તેજી, શું અમેરિકાથી આવેલી આ ખબરની અસર?

પાછલા ઘણાં દિવસોથી ભારતીય શેર બજારમાં ચાલી રહેલ ઘટાડાનો સિલસિલો ગુરુવારે થંભી ગયો. અમેરિકાથી એક ખબર આવ્યા પછી શેર માર્કેટ ઓપન થવાની સાથે જ તેજીમાં આવી ગયું. BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેંસેક્સ ઉછળીને 500 પોઈન્ટથી વધારે ચઢી ગયો. તો NSEમાં નિફ્ટી પણ રોકેટની ગતિએ ભાગ્યો. જણાવીએ કે, યૂએસ ફેડરલ રિઝર્વે પોતાની વ્યાજ દરોને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.

સૌથી પહેલા વાત કરીએ ભારતીય શેર બજારમાં આવેલી તેજી વિશે. ગુરુવારે સવારે 9.15 વાગ્યા પર માર્કેટની શરૂઆત ગ્રીન રંગથી થઇ. BSE સેંસેક્સ 493.59 પોઈન્ટ કે 0.78 ટકાના વધારાની સાથે 64,084.92ના લેવલે ઓપન થયો અને થોડી જ મિનિટોમાં 64,200ના લેવલને પાર કરી ગયો. સમાચાર લખવા સુધીમાં સેંસેક્સ 520.30 પોઈન્ટથી ઉછળવાની સાથે 64111.63ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી પણ 151.50 પોઈન્ટના વધારાની સાથે 19140.70ના સ્તરે પહોંચી ગયો હતો.

US ફેડે સ્થિર રાખી વ્યાજ દરો

અમેરિકામાં થયેલી કોઇપણ હલચલની અસર ભારત સહિત આખી દુનિયામાં પડે છે. પછી તે સારી હોય કે ખરાબ. હાલની સ્થિતિની વાત કરીએ તો અમેરિકાથી રાહતના સમાચાર આવ્યા અને તે આવતાની સાથે જ ન માત્ર અમેરિકાનું શેર માર્કેટ બલ્કે ભારતીય શેર બજારોમાં પણ રોનક જોવા મળી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે 2 દિવસીય બેઠક પછી વ્યાજ દરોમાં કોઇપણ રીતનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ફેડે સતત બીજાવાર પોલિસી રેટ્સને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે તે હજુ પણ 5.25%-5.50% ના લેવલે યથાવત છે.

અડાણી કંપનીનો શેર ચમક્યો

આ દરમિયાન માર્કેટના 2188 શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે 666 શેર નેગેટિવમાં કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ગૌતમ અડાણીની કંપની અંબુજા સિમેન્ટના શેર જ્યાં 7 ટકાથી વધારે ઉછળ્યા, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરોમાં પણ 5 ટકાથી વધારાની તેજી જોવા મળી હતી. ખબર લખવા સુધીમાં SBIના શેર 6.85 ટકાના ઉછાળાની સાથે 573.25 રૂપિયા પર, અંબુજા સિમેન્ટના શેર 3.16 ટકાના ઉછાળાની સાથે કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત બજાજ ફાયનાન્સ, સન ફાર્મા જેવા સ્ટોક્સ સતત ગ્રીન નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

અમેરિકામાં મોંઘવારી ઓછી થવાની આશંકા

બે દિવસીય બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોનું એલાન કરતા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે, પાછલા અમુક મહિનામાં જે નાણાકીય ડેટા સામે આવ્યા છે, તેનાથી મોંઘવારી ઓછી થવાનો ભરોસો વધ્યો છે. મોંઘવારીને લઇ આપણે જે ટાર્ગેટ રાખ્યો છે, તેને હાંસલ કરી લેશું. જોકે તે 2 ટકાથી નીચેના લેવલે લઇ જવામાં હજુ લાંબો સમય લાગી શકે છે. US ફેડે માન્યુ કે પડકારજન્ય સ્થિતિની વચ્ચે પણ અમેરિકાની ઈકોનોમીમાં ફ્લેક્સિબિલિટી નોંધવામાં આવી રહી છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.