‘મેક ઇન ઇન્ડિયાનો દુનિયામાં ડંકો’, વિદેશોમાં ભારતીય વસ્તુઓની ખૂબ ડિમાન્ડ
ભારતીય સામાનોની વિદેશમાં ખૂબ ડિમાન્ડ છે. એમ અમે કહી રહ્યા નથી, પરંતુ નિકાસના આંકડા બતાવી રહ્યા છે. સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ નિકાસ (વસ્તુઓ અને સેવાઓ સહિત) એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં 200.3 અબજ ડૉલર રહ્યો, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 184.5 અબજ ડૉલર હતો. ખાસ વાત એ છે કે આ કોઇ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં દેશ દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી વધુ નિકાસ રહ્યો છે.
કોઇ પણ દેશના નિકાસના આંકડાઓમાં ઉછાળનો અર્થ છે કે એ દેશમાં બનેલા સામાનોની ડિમાન્ડ બીજા દેશોના બજારોમાં વધી રહી છે અને બરાબર એવું જ ભારત સાથે છે. તેના નિકાસમાં જોરદાર વધારો થયો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર નાખીએ તો જૂન 2024માં વસ્તુઓનો નિકાસ 2.55 ટકા વધીને 35.2 અબજ ડૉલર થઇ ગયો. એક વર્ષ અગાઉ જૂન મહિનામાં તે 34.32 અબજ ડૉલર હતો. તેના આગળના મહિના એટલે કે મે મહિનામાં 2024માં ભારતના વસ્તુઓનો નિકાસ 9.1 ટકા વધીને 38.13 અબજ ડૉલર રહ્યો હતો.
આ સમયગાળામાં ભારત દ્વારા આયાત કરવામાં આવેલા સામાનોના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા ઇમ્પોર્ટ જૂન મહિનામાં 5 ટકા વધ્યો છે. જૂન 2024માં વસ્તુઓની આયાત 5 ટકા વધીને 56.18 અબજ ડૉલર રહી છે, જ્યારે જૂન 2023માં તે 53.51 અબજ ડૉલર હતી. વાણિજ્ય મંત્રાલય મુજબ જૂનમાં વેપારનું નુકસાન 20.98 અબજ ડૉલર નોંધાયું છે. એક તરફ જ્યાં દેશમાં મોંઘવારીના આંકડાઓમાં વધારો જોવા મળ્યો છે. પહેલા રિટેલ મોંઘવારી 5 ટકા ઉપર નીકળી ગઇ.
તો સોમવારે જ જાહેર કરવામાં આવેલા રિટેલ આંકડાંઓમાં WPI પણ 3.36 ટકા પર પહોંચી ગઇ છે, પરંતુ આ દરમિયાન એક્સપોર્ટ ડેટા ગુડ ન્યૂઝ લઇને આવ્યા છે. ભારતના નિકાસના શાનદાર ડેટાને જોતા વાણિજ્ય મંત્રાલયે દેશને નાણાકીય વર્ષમાં એક્સપોર્ટમાં 800 અબજ ડૉલરથી વધુ ગ્રોથની આશા વ્યક્ત કરવામાં આવી છે. નિકાસ ડેટા જાહેર કરતા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે કહ્યું કે, ત્રિમાસિક આંકડા ખૂબ આશાવાદી છે, કુલ નિકાસ 200 બિલિયન ડૉલરને પાર કરી ગયો છે અને જો આ ગતિ ચાલુ રહે છે તો અમે આ નાણાકીય વર્ષમાં 800 અબજ ડૉલરનો નિકાસ પાર કરી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp