લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારનું વચગાળાનું બજેટ, કોનો ફાયદો કરાવશે?
લોકસભાનો કાર્યકાળ જૂન 2024માં પુરો થવાનો છે એટલે ભાજપ સરકારનું આ કાર્યકાળનું છેલ્લું બજેટ હશે.1લી ફેબ્રુઆરી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય અંદાજ પત્ર રજૂ કરશે. જો કે આ ફુલ બજેટ નહીં હોય તેને બદલે ઇન્ટરીમ બજેટ હશે એટલે કે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. જાણકારોનં કહેવું છે કે, આ બજેટમાં 5 વર્ગોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. (1) મહિલા, (2) યુવાનો, (3)ગરીબો, (4) ખેડુત (5) આદિવાસી
1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી જે બજેટ રજૂ કરશે તેમાં આ 5 વર્ગો માટે જે અત્યારે કલ્યાણકારી યોજનાઓ છે તે ઉપરાંત નવી યોજના આવી શકે અને ફંડમાં પણ વધારો થઇ શકે છે.
2024ની લોકસભા ચૂંટણી પછી જે પાર્ટી સરકાર બનાવશે તે પછી ફરી ફુલ બજેટ રજૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp