સોના-ચાંદીમાં રોકાણ કરવું કે શેરબજારમાં? જાણો નિષ્ણાતોની સલાહ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં બજેટ રર્જુ કર્યું અને ગોલ્ડ- સિલ્વર, પ્લેટીનમ જ્વેલરીમાં જે કસ્ટમ ડ્યુટીના ઘટાડાની વાત કરી એ પછી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 6,000 રૂપિયા અને ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે.ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે શેરબજારમાં રોકાણ કરવું કે ગોલ્ડ- સિલ્વરમાં?
નિષ્ણાતોનું કહેવું છે કે, બજેટ પહેલા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 76,000ની ઉપર હતો જે આજે 70, 400 પર પહોંચી ગયો છે. આ વર્ષના અંતમાં સોનાનો ભાવ આ લેવલથી 81,500 પર પહોંચી શકે છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી અત્યારે 24400 પર છે જે આ વર્ષના અંતમાં 25000થી 26000 સુધી પહોંચી શકે છે. લોકોએ સોનામાં રોકાણ વધારવું જોઇએ. જો કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ મુજબ રોકાણ કરવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp