કેમ અમીર નથી બની શકતા મિડલ ક્લાસના લોકો? દિગ્ગજ રોકાણકારે જણાવ્યું કારણ
અમીર બનવાની ઇચ્છા કોને નથી હોતી, પરંતુ આ સપનું કોઇક કોઇક જ પૂરું કરી શકે છે. ખાસ કરીને મિડલ ક્લાસના લોકો માટે આ સપનું પૂરું કરવાનું એવરેસ્ટ ચઢવા જેટલું મુશ્કેલ હોય છે. એક અબજપતિએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આખરે કેમ મિડલ ક્લાસના વ્યક્તિ હંમેશાં મિડલ ક્લાસમાં જ રહી જાય છે. તેઓ ક્યારેય અમીર બનવા તરફ વધી શકતા નથી. અબજપતિએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર નાખી તો યુઝર્સ વચ્ચે જંગ છેડાઇ ગઇ. કોઇ તેને બકવાસ બતાવી રહ્યું છે તો કોઇને તેમાં સચ્ચાઇ નજરે પડે છે.
બેંગ્લોરના રહેવાસી રોકાણકાર કિરણ રાજપૂતે X (ટ્વીટર) પર લખ્યું કે, છેલ્લા 50 વર્ષમાં પણ મિડલ ક્લાસની ઇચ્છા નથી બદલાઇ. 50 વર્ષ અગાઉ પણ મિડલ ક્લાસની વ્યક્તિ એક ઘરનું સપનું જોતી હતી અને આજે પણ તેના મનમાં ઘર બનાવવાની ઇચ્છા સૌથી પહેલા રહે છે. તેના માટે તેઓ મોટી લોન લે છે અને પછી ઘણા વર્ષ સુધી લોન ચૂકવે છે. આ સૌથી મોટું કારણ છે કે મિડલ ક્લાસની વ્યક્તિ ક્યારેય પોતાના દેવાદરોથી આગળ વધી શકતી નથી.
કિરણ રાજપૂતની આ ટ્વીટ પર ગ્રેલેબ્સ AIના CEO અમન ગોયલે રીએક્ટ કર્યું છે અને પોતાનું ઘર હોવાના ફાયદા બતાવ્યા. તેમણે લખ્યું કે, ‘તેનાથી ખરાબ કંઇ નહીં હોય શકે કે તમારો મકાન માલિક માત્ર એ કારણે તમને ઘરમાંથી કાઢી દે છે કે કોઇ બીજું તેને 10 ટકા વધુ રકમ આપી રહ્યું છે. તમે લોકો એવા લોકોની વાત ન સાંભળો અને પોતાની છત નીચે રહેવાના સપનાંને પૂરું કરવા તરફ વધતા રહો. બસ લોનની જાળમાં ફસાતા બચો. આ દલીલમાં કૂદતા એક યુઝરે કહ્યું કે, ઘરનો અર્થ માત્ર પૈસાઓ સાથે નથી હોતો. એ તમને સૂકુન આપે છે.
તેણે આગળ કહ્યું કે, જો તમારી નોકરી જતી રહે કે પછી બજાર 60 ટકા તૂટી જાય, કોઇ પણ સંકટમાં તમારી પાસે એક જગ્યા હશે રહેવા માટે. એક યુઝરે લખ્યું કે, જે લોકો ભાડાના ફ્લેટમાં રહે છે, તેમને ઘરનું મહત્ત્વ ખબર છે. એ માનસિક શાંતિ આપે છે, જેને ટકાવારીમાં મળતા રિટર્નના નજરિયાથી નહીં જોઇ શકાય. એક યુઝરે લખ્યું કે, શહેરમાં પોતાનું ઘર ખરીદવા માટે તમે લોનની જાળમાં ફસાયા વિના આગળ નહીં વધી શકો. એક અન્ય યુઝરે લખ્યું કે, રેન્ટ પર રહેવું હંમેશાં સારું છે. તેમાં જોખમ ઓછું છે અને તમે ઘર ખરીદવામાં લાગતા પૈસાથી કરોડોનું ફંડ એકત્ર કરી શકો છો. હું હાલમાં એવું જ કરી રહ્યો છું અને રેન્ટ પર રહેવામાં કોઇ પરેશાની નથી. હું પોતાના પૈસાઓ પર 10-12 ટકાનું રિટર્ન હાંસલ કરી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp