IRDAIએ વીમા કંપનીઓને જાહેર કર્યું સર્ક્યૂલેશન, એક કલાકમાં કેશલેશ સારવાર અને...

PC: kauveryhospital.com

હેલ્થ ઇન્શ્યોરન્સવાળા લોકોને મોટી ભેટ મળી છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી (IRDAI)એ સ્વાસ્થ્ય વીમા પોલિસીઓના રેગ્યૂલેટરી નૉર્મ્સમાં મોટા બદલાવ કર્યા છે. હવે વીમા કંપનીઓએ યુઝરના અનુરોધ માટે એક કલાકની અંદર કેશલેશ સારવારની મંજૂરી આપવા પર નિર્ણય લેવો પડશે અને કોઈ પણ સ્થિતિમાં જેણે પોલિસી લઈ રાખી છે, તેને હૉસ્પિટલથી રજા મળવા માટે રાહ જોવી નહીં પડે. જો 3 કલાક કરતા વધારે સમય લાગે છે કે તેનું બિલ વીમા કંપનીએ ભરવું પડશે.

તેના માટે IRDAIએ તેની સાથે જોડાયેલું એક સર્ક્યૂલર પણ જાહેર કર્યું છે, જેમાં છેલ્લા 55 સર્ક્યૂલરને રદ્દ કરવામાં આવ્યા છે, જેથી યુઝરોને વીમો હાંસલ કરવામાં સરળતા થાય અને તેના વિશ્વાસને કાયમ રાખી શકાય. IRDAIએ કહ્યું કે, ઇમરજન્સીવાળા કેસોમાં આવેલા અનુરોધ પર વીમા કંપનીએ તરત જ નિર્ણય લેવો જોઈએ. તેના માટે IRDAIએ વીમા કંપનીઓને 31 જુલાઇ સુધી કર્મચારીની નિમણૂક માટે પણ આદેશ આપ્યા છે.

તેણે કહ્યું કે, વીમા કંપની હૉસ્પિટલોમાં ડેસ્ક પણ બનાવી શકે છે, જ્યાંથી સરળતાથી લોકોની મદદ કરી શકાશે. નવા નૉર્મ્સ મુજબ એકથી વધુ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓવાળા પોલિસીધારકને એ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જે હેઠળ તે સરળતાથી એ રકમ હાંસલ કરી શકે જે તેને જોઈએ છે. એક સર્વેમાં સામે આવ્યું હતું કે 43 ટકા હેલ્થ ઇન્શ્યોરન્સવાળા લોકોને તેને હાંસલ કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

ઘણા કેસમાં દર્દીને ડિસ્ચાર્જ થવામાં 10-12 કલાક પણ લગતા હોય છે. સેટલમેન્ટ ન થવાની સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવતા નથી અને આ દરમિયાન હૉસ્પિટલનો ખર્ચ, દર્દી અને તેના પરિવાર પર ભાર બને છે અને એવી ઘણી ઘટનામાં થયું છે. ઘણી વખત હૉસ્પિટલ દર્દીઓ પાસે એકસ્ટ્રા પૈસા લઈ લે છે, એવામાં તેમને હેલ્થ ઈન્શ્યોરન્સ હાંસલ કરવામાં વધારે ફાયદો થતો નથી. હવે IRDAIએ આ બાબતે સખ્તાઈ દેખાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp