આ કંપનીનો શેર છેલ્લા 1 મહિનામાં 28 ટકા તૂટી ગયો, જાણો કારણ

PC: ireda.in

ઇન્ડિયન રિન્યુએબલ એન ર્જિ ડેવલપમેન્ટ એજન્સી (IREDA)ના રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE એ કંપનીને નિફ્ટી 500 સહિત છ સૂચકાંકોમાં સામેલ કરવાની યોજના રદ કરી છે. IREDA સંબંધિત આ સમાચાર બહાર આવતાની સાથે જ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ટ્રાડે દરમિયાન, IREDAનો શેર 3 ટકા ઘટ્યો અને ઘટીને રૂ. 124.50 પર પહોંચી ગયો હતો. છેલ્લાં 1 મહિનામાં આ શેરનો ભાવ 28 ટકા જેટલો તુટી ગયો છે.

છેલ્લા એક મહિનાથી IREDA સ્ટોક્સ ઘટાડા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન આ કંપનીના શેરમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો છે. જોકે,તેના શેરે છેલ્લા એક વર્ષમાં અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 110 ટકા વળતર આપ્યું છે.અત્યાર સુધીમાં તેના શેરમાં 20.40 ટકાનો વધારો થયો છે.

નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી મિડકેપ 100, નિફ્ટી 200, નિફ્ટી લાર્જ મિડકેપ 250, નિફ્ટી મિડ સ્મોલકેપ 400 અને નિફ્ટી ટોટલ ઇન્ડેક્સમાં IREDAનો સમાવેશ કરવાની યોજના હતી. NSE દ્વારા ફાઇલિંગ અનુસાર, તે તેના અગાઉના નિર્ણયને બદલવાની અને આ ઇન્ડેક્સમાં IREDAનો સમાવેશ નહીં કરવાની યોજના છે.

કંપની પર ઇક્વિટી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ માટે સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. NSE એ 28 ફેબ્રુઆરી, 2024 ના રોજ નિફ્ટીના વિવિધ સૂચકાંકોમાં IREDA નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. તે 28 માર્ચ 2024થી લાગુ થવાનું હતું. જોકે NSEએ આ નિર્ણય હવે રદ કરી દીધો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, લિસ્ટિંગ પછી શાનદાર શરૂઆત અને 50 રૂપિયાથી વધીને 215 રૂપિયા સુધી શેર થયા બાદ તાજેતરના સમયમાં તેની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો 50 ટકાથી વધુ છે. નિષ્ણાતો કહે છે કે આ સ્ટોક માટે વોલ્યુમ એક્ટિવિટી મિસિંગ છે અને મર્યાદિત ડેટાને કારણે આગામી ટાર્ગેટ કિંમત નક્કી કરવી મુશ્કેલ છે.

કંપનીએ ડિસેમ્બર 2023માં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. આ ક સમયગાળામાં કંપનીના નફામાં વાર્ષિક 67.15 ટકાનોનો વધારો થયો છે, જે અગાઉ રૂ. 335.54 કરોડ હતો. ડિસેમ્બરમાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં આવક 1252.85 કરોડ રહી હતી, જે  868.67 કરોડ હતી. તેમાં વાર્ષિક ધોરણે લગભગ 44.22 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp