મેડિકલ ઈન્શ્યોરન્સ ક્લેઇમ કરવા 24 કલાક દાખલ રહેવું પડશે? શું છે સરકારનો પ્લાન

PC: moneycontrol.com

ઈન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક દાખલ રહેવું જરૂરી છે. એવું ન થવા પર ઈન્શ્યોરન્સ કંપનીઓ મેડિકલ ક્લેઇમની ચૂકવણી કરવાનો ઇનકાર કરી દેશે, પરંતુ મેડિકલ ક્ષેત્રમાં થયેલા ઘણા વિકાસ બાદ હવે સર્જરી કે સારવાર થોડા જ કલાકોમાં પૂરી થઈ જાય છે તો પછી ઈન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે 24 કલાક દાખલ રહેવું જરૂરી છે? ઉપભોક્તા બાબતોના મંત્રાલયનું કહેવું છે કે તે આ બાબતે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) સાથે વાત કરશે.

નેશનલ કન્ઝ્યૂમર કમિશનના ચીફે રવિવારે આ મુદ્દો ઉઠાવ્યો. નેશનલ કન્ઝ્યૂમર રાઇટ ડે પર આયોજિત એક કાર્યક્રમમાં નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રેડ્રસલ કમિશન (NCDRC)ના ચેરમેન જસ્ટિસ અમરેશ્વર પ્રસાદ સાહીયે કહ્યું કે, જો કોઈ દર્દી ઓછામાં ઓછો 24 કલાક માટે દાખલ થતો નથી તો તેનું મેડિકલ ક્લેઇમ સ્વીકારવામાં આવતું નથી. મેડિકલ ક્લેઇમ અને મેડિકલ નેગ્લિજેન્સના કેસોમાં મોટા ભાગે એમ જોવા મળે છે. કેટલીક જિલ્લા ફોરમે 23.5 કલાકમાં પણ ક્લેઇમ આપવાનો ઓર્ડર આપ્યો છે. તેમનો તર્ક છે કે, હવે કોઈ પ્રકારની સર્જરીમાં 24 કલાક કરતા ઓછો સમય લાગે છે એટલે ઈન્શ્યોરન્સ કંપનીઓએ આ બાબતે જાગૃત થવાની જરૂરિયાત છે.

જસ્ટિસ સાહીએ કહ્યું કે, મેડિકલ ઈન્શ્યોરન્સ ક્લેઇમના કેસોમાં પંજાબ અને કેરળ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કમિશન્સે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. ઑગસ્ટમાં ફિરોઝાપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કમિશને એક એવો જ નિર્ણય આપ્યો હતો. ઈન્શ્યોરન્સ કંપનીએ 24 કલાક કરતાં ઓછા સમય સુધી એડમિટ કરવા પર ક્લેઇમ રિજેક્ટ કરી દીધું હતું. તેના પર કમિશને કંપનીને સેવામાં કમી માટે જવાબદાર કરાર આપ્યો હતો. NDC ચીફે કહ્યું કે, અમને આદેશ લાગૂ કરવા માટે સિવિલ કોર્ટ જેવી શક્તિઓ મળી છે, પરંતુ તેના માટે અમારી પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો આ બાબતે કોઈ સ્ટાન્ડર્ડાઈઝ સ્કીમ કાઢવામાં આવે છે તો તેનાથી કન્ઝ્યૂમર જસ્ટિસને બળ મળશે.

આ દરમિયન યુનિયન કન્ઝ્યૂમમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમારે જણાવ્યું કે, ઉપભોક્તાઓના હિટમાં આ મુદ્દો IRDA સામે ઉઠાવીશું. પહેલા પણ ડોક્યૂમેન્ટેશન અને પ્રોસેસિસને સરળ બનાવવા માટે ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટર સાથે વાત કરી હતી. અમારું ફોકસ સમાધાન શોધવા અને વિવાદોને ઓછા કરવા પર છે. કન્ઝ્યૂમર અફેર્સ સેક્રેટરીએ જિલ્લા અને રાજ્ય સ્તર પર કન્ઝ્યૂમર કમિશન્સના પ્રયાસોના વખાણ કર્યા. આ વર્ષે તેમણે 1.77 લાખ ફરિયાદો પર કાર્યવાહી કરી, જ્યારે 1.61 લાખ નવા કેસ દાખલ થયા. આ પ્રકારે NCDRCએ આ વર્ષે 200 ટકા કેસો પર કાર્યવાહી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp