રઘુરામ રાજનના બદલાયા સૂર! આ મામલે કરી દીધી મોદી સરકારની પ્રશંસા
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કરેલા કામના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા 10 વર્ષોમાં આધારભૂત ઢાંચા જેવા સેક્ટર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ડોમેસ્ટિક મેન્યૂફેક્ચરિંગ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે બીજા સેક્ટર્સમાં વધુ પ્રયાસ કરવાની જરૂર છે. સરકારના ગૂડ્સ એન્ડ સર્વિસ પ્રોડક્શન પર ફોકસ કરવાનું પગલું યોગ્ય છે, પરંતુ આ કામને યોગ્ય ઢંગે અંજામ આપવાનું પણ મહત્ત્વપૂર્ણ છે.
રઘુરામ રાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું કહીશ કે ઇરાદો સારો છે. મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કેટલાક ક્ષેત્રોમાં આપણે ઘણું બધુ કર્યું છે જે ઉપયોગી રહ્યું છે, પરંતુ આપણે અન્ય ક્ષેત્રો બાબતે પણ વિચારવું જોઇએ. રાજને કહ્યું કે, અન્ય સેક્ટર્સમાં જરૂરી પગલાઓ બાબતે સરકારે પોતાના ટીકાકારો પાસેથી જાણકારી એકત્ર કરવી જોઇએ અને એ હિસાબે કામ કરવું જોઇએ.
તેમણે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને સારો બનાવવા પર બહાર આપ્યો. રઘુરામ રાજને તેને એક પેકેજ બતાવતા કહ્યું કે, આ ઇકોનોમી ગ્રોથને પ્રોત્સાહન આપે છે. જો આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો મને લાગે છે કે તેનાથી મેક ઇન ઇન્ડિયાની અવધારણને મજબૂતી મળશે. સરકારે પોતાની નીતિની નિંદાને એમ કહીને નકારવું ન જોઇએ કે તેમાં અંગત સ્વાર્થ કે કોઇ છુપાયેલો એજન્ડા છે. ભારતને આ દશકમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે 7 ટકાના ગ્રોથ રેટ પૂરતો હોવા બાબતે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, જો આપણે 7 ટકાના દરથી વધીએ છીએ તો આપણે 2-3 વર્ષોમાં જર્મની અને જાપાનથી આગળ નીકળી જઇશું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કોઇ એવી વસ્તુ નથી જે સંભાવનાના દાયરાથી બહાર છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે જ્યારે આપણે વિકસિત રાષ્ટ્ર કહીએ છીએ તો વિકસિત હોવાનો અર્થ શું છે? એ સિવાય આપણે 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હાઇ ગ્રોથ ક્યાંથી લાવીશું? મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સૌથી જરૂરી સુધારા બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, સૌથી વધુ જરૂરિયાત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp