IT શેરોમાં આ વર્ષે નાણાંનો વરસાદ થશે!કયો સ્ટોક વધુ નફો આપશે,કેડિયાએ કર્યો ખુલાસો

PC: twitter.com

છેલ્લા કેટલાક સમયથી IT શેરોના નબળા પ્રદર્શનને કારણે નિફ્ટી IT ઇન્ડેક્સે નકારાત્મક વળતર આપ્યું છે. આ ઇન્ડેક્સ છેલ્લા ત્રણ મહિનામાં 13 ટકા ઘટ્યો છે અને એક મહિનામાં તે 4 ટકા ઘટ્યો છે. આજે, બુધવાર, 15 મે, નિફ્ટી IT ઈન્ડેક્સ સવારે 10:50 વાગ્યે 0.21 ટકાના ઘટાડા સાથે 33,054.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજાર નિષ્ણાત અને Kedianomicsના સ્થાપક સુશીલ કેડિયા કહે છે કે, IT ક્ષેત્રે તેના રોકાણકારોને તાજેતરના ભૂતકાળમાં નિરાશ કર્યા હશે, પરંતુ તે વર્ષ 2024ના બાકીના મહિનામાં રોકાણકારોને ઘણી આવક આપશે.

સુશીલ કેડિયાનું કહેવું છે કે, શેરબજારમાં વધુ ઘટાડાની કોઈ શક્યતા નથી. આગળ જતાં, IT સેક્ટરની આગેવાની હેઠળ માર્કેટમાં તેજી આવશે. વર્ષ 2024ના બાકીના સમયગાળામાં, IT સેક્ટર ઇન્ડેક્સ વર્ષના ઇન્ડેક્સ તરીકે ઉભરી આવશે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે દિવાળી પહેલા નિફ્ટી IT ઈન્ડેક્સ 41-42 હજારના સ્તરે પહોંચી જશે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, સુશીલ કેડિયા કહે છે કે, IT ઇન્ડેક્સ વર્ષ 2024ના બાકીના સમયગાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૂચકાંક બની જશે. TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવા મોટા શેરોમાં કેડિયાએ વિપ્રોના શેરમાંથી વધુ નફો કરવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, જો એક વર્ષના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, ઈન્ફોસિસના શેર 60 ટકાથી વધુ વળતર આપી શકે છે. એ જ રીતે કોફોર્જના શેરમાંથી એક વર્ષમાં 30 ટકા વળતર મળવાની શક્યતા છે. કેડિયાએ રોકાણકારોને ટૂંકા ગાળા માટે ટેક મહિન્દ્રામાં નાણાં રોકવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ટૂંક સમયમાં આ શેર 1500ના સ્તરે પહોંચી શકે છે.

આજે NSE પર ટેક મહિન્દ્રાનો શેર 0.35 ટકાના ઘટાડા સાથે રૂ. 1,271 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં 19 ટકા વળતર આપ્યું છે. જ્યાં સુધી વિપ્રોના શેરની વાત છે, તેણે 12 મહિનામાં રોકાણકારોને લગભગ 19 ટકા નફો આપ્યો છે. કેડિયા આ સ્ટૉકમાં સૌથી વધુ પોટેન્શિયલ જુએ છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોક વર્ષ 2024માં નિફ્ટી IT ઈન્ડેક્સ કરતાં વધુ વળતર આપશે. આજે વિપ્રોના શેરમાં મામૂલી વધારા સાથે રૂ. 458.25 પર ટ્રેડ થઈ રહ્યો છે.

મંગળવારે IT ઈન્ડેક્સ 0.15 ટકાના વધારા સાથે 33123ના સ્તર પર બંધ થયો હતો. ઇન્ફોસિસમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો અને તે 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. વિપ્રો અને ટેક મહિન્દ્રાએ દરેકમાં 1 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 10 શેરોમાંથી એક સિવાયના તમામ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.

નોંધ: જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલા તમારા રોકાણ સલાહકારની સલાહ અવશ્ય લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp