જાપાનમાં મંદી, આ દેશે છીનવ્યો ત્રીજી સૌથી મોટી ઇકોનોમીનો તાજ

PC: moneycontrol.co

જાપાનથી દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમીનો તાજ છીનવાઇ ગયો અને જર્મની તેને પાછળ છોડતા હવે ત્રીજી સૌથી મોટી ઇકોનોમો બની ગયો છે. ગુરુવારે તમામ દેશોના GDPના આંકડામાં એ સામે આવ્યું છે. છેલ્લા બે ત્રિમાસિકમાં જાપાનથી GDPમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે અને તેની અસર તેની રેન્કિંગ પર પડી છે. તેની સાથે જ અમેરિકન ડોલરની તુલનામાં યેનની વેલ્યૂ ઘટવાથી પણ સ્થિતિ ખરાબ થઈ છે. જાપાનની GDPમાં આવી રહેલા ઘટાડાના કારણે આ દેશ હવે મંદીની ઝપેટમાં આવી ગયો છે અને તેની અસર એવી થઈ કે જાપાને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું પોતાનું સ્થાન ગુમાવી દીધું છે.

જાપાનની GDP હવે 4 ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે, જ્યારે તેને પછાડતા ત્રીજા નંબર પર પહેલા જર્મનીની GDPની સાઇઝ 4.5 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. ગત ઑક્ટોબર-ડિસેમ્બરની અવધિમાં જાપાનની GDP વાર્ષિક આધાર પર 0.4 ટકા ઘટી ગઈ છે. આ અગાઉ ઑક્ટોબર મહિનામાં IMFએ અનુમાન જાહેર કર્યું હતું કે અમેરિકન ડોલરમાં માપવા પર જર્મની દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભરીને સામે આવી શકે છે, જાપાન પાછળ રહી શકે છે.

રિપોર્ટ મુજબ જાપાનના કેબિનેટ કાર્યાલય તરફથી આંકડા જાહેર કર્યા છે, તેનાથી પણ એવા સંકેત મળી રહ્યા છે કે દેશે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. જાપાની કરન્સીની વાત કરીએ તો ડૉલરની તુલનામાં યેન સતત નબળો થઈ રહ્યો છે. વર્ષ 2022માં અહી એ 20 ટકા સુધી તૂટ્યો તો, તો વર્ષ 2023માં તેમાં લગભગ 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ બધા કારણે હવે જાપાનથી ત્રીજી મોટી ઇકોનોમીનો દરજ્જો છીનવાઇ ગયો છે.

નબળી ઘરેલુ માગના કારણે બીજા ત્રિમાસિકમાં ઘટાડા બાદ જાપાનની અર્થવ્યવસ્થા અભૂતપૂર્વ રૂપે મંદીની ઝપેટમાં આવી ગઈ, જેનાથી કેન્દ્રીય બેંક પર નજાર રાખનાર વિશ્લેષકોએ એ વાત પર ભાર આપવું પડ્યું છે કે દેશની નજરાત્મક વ્યાજ દર નીતિ ક્યારે સમાપ્ત થશે. નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ્સને બનાવી રાખવાના બેંક ઓફ જાપાને પણ જાપાની કરેન્સી યેનમાં ઘટાડામાં મહત્ત્વનો રોલ નિભાવ્યો છે.

ટોક્યો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તેત્સુજી ઓકાજાકીએ કહ્યું કે, જાપાનની GDPના જે આંકડા સામે આવ્યા છે તે નબળા થતા જાપાનની વાસ્તવિકતા દર્શાવનારા છે. અને તેના પરિણામ સ્વરૂપ દુનિયામાં જાપાનની ઉપસ્થિતિ ઓછી થવાની સંભાવના છે. તેમણે આગળ ઉદાહરણ આપતા કહ્યું કે, ઘણા વર્ષ અગાઉ જાપાન એક શક્તિશાળી ઓટો સેક્ટરનો દાવો કરતો હતો, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોના આગમન સાથે પ્રોફિટથી દૂર થઈ ગયું છે.

એક તરફ જ્યાં દુનિયાની ટોપ ઇકોનોમીની રેન્કિંગમાં આ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે તો ભારત માટે આગળનો માર્ગ મોકળો થતો જઇ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા આમ પણ દુનિયાની સૌથી તેજીથી આગળ વધતી ઈકોનોમી બની છે. જાપાનની રેન્કિંગમાં બદલાવ સાથે ઓકાજાકીએ પણ કહ્યું કે, વિકસિત દેશો અને ઊભરતા દેશો વચ્ચે અંતર ઓછું થઈ રહ્યું છે. થોડા વર્ષોમાં ભારત નૉમિનલ GDPના મામલે જાપાનથી આગળ નીકળવાનું નક્કી છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર આંકડાઓ પર ધ્યાન આપીએ તો IMF મુજબ વર્ષ 2028માં જ્યાં ચીનના 43.89 ટ્રિલિયન ડોલર સાથે નંબર-1 ઈકોનોમી બનવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તો ભારત 19.65 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp