17 વર્ષમાં પહેલીવાર જાપાને કમાણી માટે લીધું આ પગલું. જર્મનીએ પછાડ્યું હતું

PC: edition.cnn.com

જાપાનની અર્થવ્યવસ્થાની હાલત સારી નથી. તેનું ઉદાહરણ હાલમાં જોવા મળ્યું હતું, જ્યારે દેશે દુનિયામાં અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે જાપાને 17 વર્ષમાં પહેલી વખત એક મોટો નિર્ણય લીધો છે. જી હા, દેશમાં વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંક ઓફ જાપાને મોનિટરી પોલિસીની બેઠક બાદ આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જાપાનની કેન્દ્રીય બેન્કે મંગળવારે મંદ પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે મોટું પગલું ઉઠાવતા 17 વર્ષોમાં પહેલી વખત પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

કેન્દ્રીય બેંકે બેઠક બાદ લાંબા સમયથી ચાલતા આવતા નકારાત્મક વ્યાજદારોને વધારવાની જાહેરાત કરી. અંતિમ વખત વ્યાજદરોમાં વધારો વર્ષ 2007ના ફેબ્રુઆરી મહિનામાં કરાયો હતો. બેંક ઓફ જાપાને પોતાની નીતિ બેઠકમાં શોર્ટ ટર્મ વ્યાજ દરને માઇનસ 0.1 ટકાથી વધારીને 0.1 ટકા કરી દીધો છે. આ નિર્ણયથી હવે જાપાન વ્યાજ દર શૂન્યથી ઉપર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2016માં બેંક ઓફ જાપાને વ્યાજ દરોને શૂન્યથી નીચે કે નકારાત્મક દાયરામાં લાવવાનું પગલું ઉઠાવ્યું હતું.

અહી એ જાણવું જરૂરી છે કે, અંતે આ નકારાત્મક વ્યાજ દર હોય શું છે? ઉલ્લેખનીય છે કે, આ મૌદ્રિક નીતિનું એક રૂપ છે. જેમાં વ્યાજ દર 0 ટકાથી નીચે રહે છે. કેન્દ્રીય બેંક અને નિયામક આ અસામાન્ય નીતિનો ઉપયોગ ત્યારે કરે છે, જ્યારે અપસ્ફીતિ મજબૂત થવાના સંકેત હોય છે. નકારાત્મક વ્યાજ દરના મહોલમાં લોનદાતાઓના વ્યાજની ચૂકવણી કરવાની જગ્યાએ તેમને વ્યાજ આપવામાં આવે છે. જાપાન જ નહીં, પરંતુ કેટલીક યુરોપીય અર્થવ્યવસ્થાઓમાં કેન્દ્રીય બેન્કોએ તેને લાગૂ કરી છે.

જાપાનની કેન્દ્રીય બેંકે 2 ટકા મુદ્રાસ્ફીતિનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જેનાથી એ સંકેત મળે છે કે જાપાન આખરે અપસ્ફીતિની પ્રવૃતિથી બચી ગયું છે. મુદ્રાસ્ફીતિ વિરુદ્ધ અપસ્ફીતિમાં કિંમતો ઓછી થવા લાગે છે. બેંક ઓફ જાપાનના ચીફ કાજુઓ ઉએદોએ આ અગાઉ કહ્યું હતું કે, જો દેશ 2 ટકાનું નક્કી મુદ્રાસ્ફીતિ લક્ષ્ય ઉપર રહે છે તો બેંક પોતાના નકારાત્મક વ્યાજ દરની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં મુદ્રાસ્ફીતિ જાન્યુઆરીમાં 2.2 ટકા રહી હતી.

મહિના અગાઉ જ જાપાનથી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમીનો તાજ છીનવાયો હતો અને જર્મની દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની ગયું હતું. છેલ્લા 2 ત્રિમાસિકથી જાપાનની GDPમાં ઘટાડાના કારણે તેની રેન્કિંગ પર અસર પડી હતી. તેની સાથે જ અમેરિકન ડોલરની તુલનામાં યેનની વેલ્યૂ ઘટવાથી પણ સ્થિતિ ખરાબ થઈ છે. જાપાનની GDP હવે 4.2 ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી, જ્યારે તેને પછડતા ત્રીજા નંબર પર પહોંચેલા જર્મનીની GDP સાઇઝ 4.5 ટ્રિલિયન ડોલર થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp