300 રૂપિયાની જ્વેલરી અમેરિકાની મહિલાને 6 કરોડમા વેચી દીધી, ઝવેરી ફરાર
રાજસ્થાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની એક મહિલાએ જયપુરના જ્વેલર પાસેથી 6 કરોડ રૂપિયામાં જ્વેલરી ખરીદી કરી હતી. પાછળથી ખબર પડી કે આ જ્વેલરી તો નકલી છે અને તેની કિંમત માત્ર 300 રૂપિયા જ છે. ઝવેરી અને તેનો પુત્ર ફરાર થઇ ગયા છે.
અમેરિકાની મહિલા ચેરીસે જયપુરમાં રાજેશ સોની અને ગૌરવ સોની પાસેથી એક જ્વલેરીનો પીસ ખરીદ્યો હતો. એ પછી ચેરીસ અમેરિકા ચાલી ગઇ હતી અને એક એક્ઝિબિશનમાં તેણીને ખબર પડી કે 6 કરોડ રૂપિયામાં ખરીદેલી જ્વેલરી તો નકલી છે.ચેરીસે જયપુર આવીને પોલીસને ફરિયાદ કરી હતી. ચેરીસને જે જ્વેલરી વેચવામાં આવી હતી તેમાં ડુપ્લીકેટ હોલ માર્ક સર્ટિફિકેટ પણ હતું પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર નંદકુમારની ધરપકડ કરી છે. જ્યારે રાજેશ સોની અને ગૌરવ સોની ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp