લોન લેતા પહેલાં તમારા ફાયદાની વાત જાણી લો, RBIએ ક્રેડિટ સ્કોરના નિયમ બદલ્યા

PC: hindustantimes.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા Credit Information Bureau (India) Limited (CIBIL) સ્કોર સંબંધિત એક મોટું અપડેટ જારી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો આવી હતી, જે બાદ કેન્દ્રીય બેંકે નિયમો કડક કર્યા છે. આ હેઠળ, ક્રેડિટ બ્યુરોમાં ડેટામાં સુધારો ન કરવા માટેનું કારણ પણ આપવું પડશે અને ક્રેડિટ બ્યુરોની વેબસાઇટ પર ફરિયાદોની સંખ્યા પણ જણાવવી પડશે.RBIએ 5 નિયમોમાં બદલાવ કર્યા છે, જે તમારે લોન લેતા પહેલાં જાણી લેવા જોઇએ, તમને ફાયદો થશે.

RBIએ બહાર પાડેલા આ નિયમો એપ્રિલ 2024થી લાગૂ પડશે. એપ્રિલમાં જ નિયમો લાગૂ કરવા માટે બેંકોને ચેતવણી આપવામાં આવી છે. ક્રેડીટ સ્કોર એટલે કોઇ ગ્રાહક જ્યારે બેંકમાં લોન લેવા જાય ત્યારે બેંકો ગ્રાહકનો ક્રેડીટ સ્કોર ચેક કરે છે. હવે RBIએ આ ક્રેડિટ સ્કોરમાં 5 નિયમો બદલ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ કોઈ બેંક અથવા NBFC કોઈ ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરે છે ત્યારે તે ગ્રાહકને માહિતી મોકલવી જરૂરી છે. આ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો સામે આવી રહી હતી, જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જો કોઈ ગ્રાહકની કોઈ વિનંતી નકારી કાઢવામાં આવે છે તો તેને તેનું કારણ જણાવવું જરૂરી છે. આનાથી ગ્રાહકને સમજવામાં સરળતા રહેશે કે તેની વિનંતી શા માટે નકારી કાઢવામાં આવી છે. વિનંતીને નકારવાનાં કારણોની યાદી તૈયાર કરવી અને તેને તમામ ક્રેડિટ સંસ્થાઓને મોકલવી જરૂરી છે.

ક્રેડિટ કંપનીઓએ વર્ષાં એકવાર તેમના ગ્રાહકોને ફુલ ક્રેડિટ સ્કોરની વ્યવસ્થા કરાવવી. આના માટે ક્રેડિટ કંપનીઓએ તેમની વેબસાઇટ પર એક લિંક ડિસ્પલે કરવાની રહેશે, જેથી ગ્રાહક સરળતાથી પોતાની ફુલ ક્રેડિટ ચેક કરી શકે. જેથી ગ્રાહકોને આખા વર્ષનો પોતાનો સ્કોર ખબર પડી જશે.

જો કોઇ ગ્રાહક નાદાર થવાનો હોય તો ડિફોલ્ટ જાહેર કરતા પહેલાં ગ્રાહકને જાણ કરવી જરૂરા છે. લોન આપનારી સંસ્થા SMS અથવા ઇમેલથી બધી જાણકારી શેર કરે. ઉપરાંત લોન આપનારી બેંકો અને સંસ્થાઓએ નોડલ ઓફિસર રાખવો પડશે, જે ક્રેડિટ સ્કોર સંબંધિત સમસ્યાઓ ઉકેલ લાવશે.

જો ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની 30 દિવસની અંદર ગ્રાહકની ફરિયાદનું નિરાકરણ નહીં લાવે તો તેને દરરોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલે કે ફરિયાદનું નિરાકરણ જેટલું મોડું થશે તેટલો વધુ દંડ ભરવો પડશે. લોન આપનાર સંસ્થાને 21 દિવસ અને ક્રેડિટ બ્યુરોને 9 દિવસનો સમય મળશે. જો બેંક 21 દિવસની અંદર ક્રેડિટ બ્યુરોને જાણ નહીં કરે તો બેંક વળતર ચૂકવશે. જો બેંકની માહિતીના 9 દિવસ પછી પણ ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો ક્રેડિટ બ્યુરોએ નુકશાની ભરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp