દેશના ટોપ-10 અમીરોની યાદીમાં 92 વર્ષના દિગ્ગજનું નામ સામેલ થયું

PC: dlf.in

ભારતના ટોપ-10 અમીરોની યાદીમાં મુકેશ અંબાણી પહેલા નંબરે અને ગૌતમ અદાણી બીજા નંબર પર તો છે જ, પરુંત 92 વર્ષની વયે પહોંચેલા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલ અમીરનું પણ ટોપ-10ની યાદીમાં નામ સામેલ થઇ ગયું છે. આ મહાશયને હજુ ગયા વર્ષે 91 વર્ષની ઉંમરે પ્રેમ થયો હતો.

નાણાંકીય વર્ષ 2024 દરમિયાન દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની DLFના માલિક કુશલ પાલ સિંહની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે. કુશાલ પાલને ઉદ્યોગના લોકો કે.પી સિંહ તરીકે વધારે જાણે છે. કેપી સિંહ ભારતના ટોપ-10 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. કુશલ પાલ સિંઘની નેટવર્થ પ્રથમ વખત 20 બિલિયન ડોલરને વટાવી ગઈ છે, કારણ કે છેલ્લા છ મહિનામાં DLFના શેરમાં અદભૂત વધારો જોવા મળ્યો છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર કુશલ પાલ સિંહ ભારતના ટોપ -10 અમીર લોકોની યાદીમાં સામેલ થયા છે. પ્રથમ સ્થાને મુકેશ અંબાણી છે, જેમની કુલ સંપત્તિ 116 અબજ ડોલર છે. જ્યારે ગૌતમ અદાણી 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. ત્રીજા નંબર પર શિવ નાદર છે. આ પછી સાવિત્રી જિંદાલ અને અન્ય અબજોપતિ છે. સાતમા નંબરે કેપી સિંહ છે, જેમની નેટવર્થ 92 વર્ષની ઉંમરે વધીને 20.9 બિલિયન ડોલર પર પહોંચી ગઇ છે.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, DLFના શેરમાં રેકોર્ડ વધારાને કારણે કેપી સિંહની સંપત્તિમાં 2023માં 7.7 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ વર્ષ દરમિયાન તેમની કુલ સંપત્તિમાં લગભગ 5 અબજ ડોલરનો વધારો થયો છે. મંગળવાર સુધી DLFનું માર્કેટ કેપિટલાઇઝેશન 2.31 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં, પ્રમોટર જૂથ કંપનીમાં 74.1 ટકા હિસ્સો ધરાવે છે.

કે પી સિંહ 1961માં આર્મી પોસ્ટિંગ છોડીને DLFમાં જોડાયા હતા.આ કંપની તેમના સસરાએ 1946માં શરૂ કરી હતી. બાદમાં કેપી સિંહે ખેડૂતો પાસેથી જમીન લઈને ગુડગાંવમાં DLF સિટી બનાવી. આજે, દિલ્હી હેડક્વાર્ટર DLF ના ચેરમેન તેમના પુત્ર રાજીવ છે. ઓગસ્ટ 2017માં, કે પી સિંઘે DLFના ભાડાકીય બ્રાન્ચનો તેમનો એક તૃતીયાંશ હિસ્સો સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ GICને 1.9 બિલિયન ડોલરમાં વેચ્યો હતો.

 કે પી સિંહ પાંચ દાયકાથી વધુ સમય સુધી DLFનું ચેરમેન પદ સંભાળ્યા બાદ જૂન 2020માં પ્રમુખ પદ છોડી દીધું હતું. હવે તે DLF ના અધ્યક્ષ એમેરેટસ છે અને મોટાભાગનો સમય લંડન અને દુબઈ વચ્ચે રહે છે

 કે પી સિંહે ગયા વર્ષે જણાવ્યું હતું કે તેમને 91 વર્ષની ઉંમરે ફરીથી પ્રેમ થયો છે અને તેમની લાઇફ પાર્ટનરનું નામ શીના છે. તેમણે કહ્યું કે, મારી પત્નીનું 65 વર્ષની વયે નિધન થયા પછી જિંદગીમાં સાવ એકલો પડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp