માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે

PC: farmlandgrab.org

જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે છે. રાષ્ટ્રીય કૃષિ આવકમાં ઘટાડો થાય છે.

માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે. છોડને સામાન્ય રીતે તેમની વૃદ્ધિ માટે 17 પોષક તત્વોની જરૂર પડે છે. પોષક તત્વોની ઉણપ થાય છે. એસિડિક, ખારી અને ક્ષારયુક્ત જમીન પર પાણીનો ભરાવો એ જમીનના મુખ્ય રોગો છે.

ઘણા વિસ્તારોમાં પાકની ઉત્પાદકતા ઘટી રહી છે અથવા અટકી રહી છે.સ્વતંત્રતા સમયે,  જમીનમાં મુખ્યત્વે નાઈટ્રોજનની અછત હતી. પરંતુ આધુનિક ખેતીને કારણે 10 પોષક તત્વોની અછત સર્જાઈ છે. છોડની વૃદ્ધિ અને ઉપજને ઉપજ ઘટી રહી છે.

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો આદર્શ ગુણોત્તર બગડ્યો છે. ખાતરોના અસંતુલિત ઉપયોગથી આ સમસ્યા વધી છે.83 ટકાથી વધુ જમીનમાં નાઈટ્રોજનની ઉણપ જોવા મળે છે. ફોસ્ફરસનું સ્તર મધ્યમ અને પોટાશનું સ્તર યોગ્ય જણાયું છે. જમીનમાં 39.1% માં સલ્ફર, 34% માં ઝીંક, 31% માં આયર્ન, 22.6% માં બોરોન, 4.8% માં તાંબુ છે. અન્ય વિકારોના કારણે પણ પાકની ઉપજ ઘટે છે. દેશની લગભગ 6.73 મિલિયન હેક્ટર જમીનમાં ક્ષાર અને આલ્કલીનું પ્રમાણ વધુ છે.

22 કરોડ 56 લાખ ખેડૂતોને કાર્ડ છે. દર ત્રણ વર્ષે તેમના ખેતરની માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ. સોઈલ હેલ્થ કાર્ડ બાદ ખાતરના વપરાશમાં 8 થી 10 ટકાનો ઘટાડો અને પાકની ઉપજમાં 5-6 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં કુલ 1733000 ટન રાસાયણીક ખાતર વપરાય છે.  નાઈટ્રોઝન 1183000 ટન, ફોસ્ફરસ 417000 ટન, યુરિયા-કે 132000 ટન ખાતર વપરાય છે. 

ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે.

ખાતર નખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનું રસાયણ જમીનની અંદર ઉતરે છે. વરસાદમાં જતુ રહે છે કાંતો હવામાં ઉડી જાય છે. તેનો સીધો મતલબ કે 1250 કરોડનું વપરાય છે અને 3750 કરોડનું યુરિયા પાણી સાથે વહી જાય છે. તમામ ખાતરનો બગાડ ગણવામાં આવે તો વર્ષે 25 હજાર કરોડના રસાયણીક ખાતરના વપરાશમાં 20 હજાર કરોડ ધોવાય જાય છે. ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા વેડફાય છે.

યુરિયા પર સબસિડીને 1500થી વધારીને 2 હજાર રૂપિયા કરી છે. દેશમાં રવિ સિઝનમાં 28 હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી આપે છે. ખેડૂત દીઠ 40-50 હજારનું ખાતર નકામું થઈ જાય છે.

ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp