ચૂંટણી રિઝલ્ટના કારણે 3 દિવસમાં આ શહેરમાં જમીનના દરો બમણા, વિદેશથી ડિમાન્ડ

PC: cib-bnpparibas.translate.goog

દેશમાં ત્રીજી વખત મોદી સરકાર આવ્યા પછી જાણે આંધ્રપ્રદેશ, અમરાવતી અને રાજ્યના ભાવિ CM ચંદ્રબાબુ નાયડુ માટે સારા દિવસો આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને અમરાવતીમાં આંધ્રપ્રદેશના CM તરીકે શપથ લેશે. પરંતુ, આ પહેલા આ શહેરમાં જમીનની કિંમત 3 દિવસમાં બમણી થઈ ગઈ છે. હકીકતમાં ચંદ્ર બાબુ નાયડુએ અમરાવતીને આંધ્ર પ્રદેશની ગ્રીન કેપિટલ તરીકે વિકસાવવાની વાત કરી છે. આવી સ્થિતિમાં અહીં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી છે. ચંદ્રબાબુ નાયડુ 2014 થી 2019 સુધી રાજ્યના CM હતા. તે સમયે ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજધાની બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીને પર્યાવરણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવવાનું સપનું જોયું હતું. આ શહેર વિજયવાડા અને ગુંટુર શહેરોની વચ્ચે આવેલું છે અને તેમાં 29 ગામો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લોકસભા ચૂંટણીના પરિણામો પછી આંધ્રપ્રદેશના અમરાવતી શહેરમાં રિયલ એસ્ટેટના ભાવમાં 50 થી 100 ટકાનો વધારો થયો છે. ચંદ્રાબાબુ નાયડુ શરૂઆતથી જ અમરાવતી શહેરને રાજધાની તરીકે વિકસાવવામાં રસ ધરાવતા હોવાથી આગામી દિવસોમાં આ જાહેરાત કરવામાં આવે તો અમરાવતીને ઘણો ફાયદો થશે. આ સંભાવનાને કારણે અમરાવતીમાં જમીન અને મિલકતની કિંમતો ઝડપથી વધી છે.

2019માં, અમરાવતીમાં જમીનના ભાવ 25,000 થી 60,000 ચોરસ યાર્ડ હતા. જગન મોહન રેડ્ડીની સરકાર બન્યા પછી, ભાવ 9000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ ચોરસ યાર્ડ થઈ ગયા. હવે, ચંદ્રબાબુ નાયડુના સત્તામાં પાછા ફર્યા પછી, અહીં જમીનના ભાવ પ્રતિ ચોરસ યાર્ડ રૂ. 30,000 થી રૂ. 60,000 સુધી પહોંચી ગયા છે.

અમરાવતીમાં શૈક્ષણિક સંસ્થા, હાઈકોર્ટ, વિધાનસભા, સચિવાલય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ પાસે જમીનની સૌથી વધુ માંગ છે. રિટેલર્સ, દલાલો અને ખેડૂતોને અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી જમીન ખરીદવાની ઓફર મળી રહી છે.

શહેરના ખેડૂતોને આશા છે કે, ચંદ્રબાબુ નાયડુ 12 જૂને CM તરીકે શપથ લેશે અને PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો આ અવસર પર અમરાવતીને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે તો અહીંની જમીનના ભાવમાં વધુ વધારો થશે. અગાઉ 2019માં, ભૂતપૂર્વ CM YS જગન મોહન રેડ્ડીએ 2019 માં 3 રાજધાનીઓની યોજનાની જાહેરાત કર્યા પછી અમરાવતીમાં જમીનના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ, હવે સરકારની સાથે સાથે પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp