હવે LIC નવી પ્રોડક્ટ લાવવાનું છે, બજારમાં મોટી ઉથપ-પાથલ થશે

PC: zeebiz.com

દેશની સૌથી મોટી વીમા કંપની LIC હવે હેલ્થ ઇન્શ્યોરન્સના સેક્ટરમાં પગ રાખવા જઇ રહી છે. સરકાર દ્વારા સંચાલિત વીમા દિગ્ગજ, તેના માટે આ સેક્ટરમાં પહેલાથી જ કામ કરી રહેલી કોઈ કંપનીનું અધિગ્રહણ કરવાની સંભાવનાઓ પણ શોધી રહી છે. કમ્પોઝિટ ઈન્શ્યોરન્સ કંપનીઓને મંજૂરી આપવાના પ્રસ્તાવ વચ્ચે LICએ પણ હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે.

LIC ચેરમેને શું કહ્યું?

LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે, અમને એવી આશા છે કે કમ્પોઝિટ લાઇસન્સની મંજૂરી આપી શકાય છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર થોડા કામ પણ કરી લીધા છે. અમે સ્વાસ્થ્ય વીમામાં પોતાની રુચિ વધારી રહ્યા છીએ અને તમામ વિકાસના અવસરો પર પણ વિચાર કરી રહ્યા છીએ. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, એક સંસદીય પેનલે ફેબ્રુઆરી 2024માં ખર્ચ અને અનુપાલનના ભારને ઓછો કરવા માટે સમગ્ર વીમા એટલે કે કમ્પોઝિટ લાઇસન્સ શરૂ કરવાનું સૂચન આપ્યું હતું.

અત્યારે લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ માત્ર હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ લોંગ ટર્મ બેનિફિટ આપી શકે છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ થયા બાદ કે પછી કોઈ અન્ય પ્રકારની ક્ષતિપૂર્તિ કવર આપવા માટે વીમા એક્ટમાં સંશોધનની જરૂરિયાત હશે. તેના માટે સંસદની એક સમિતિએ વીમા કંપનીઓના ખર્ચ અને અનુપાલનના ભારને ઓછો કરવા માટે કમ્પોઝિટ ઈન્શ્યોરન્સ લાઇસન્સ શરૂ કરવાનું સૂચન આપ્યું હતું.

વર્ષ 2022-23ના અંતમાં 2.3 કરોડથી ઓછા હેલ્થ ઈન્શ્યોરન્સ જાહેર કરવામાં આવ્યા, જે 55 લોકોને કવર કરે છે. સરકાર અને વીમા નિયામક ઈરડાનું માનવું છે કે વધુ સ્વાસ્થ્ય કવર જાહેર કરવામાં આવે અને LICના હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રીથી તેમાં તેજી આવવાની આશા છે. આ મોટું કારણ છે કે LICએ હવે હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં ઉતરવા માટે પોતાની કમર કસી લીધી છે.

LICના ફાઇનાન્શિયલ હેલ્થ બાબતે વાત કરીએ તો કંપનીએ માર્ચ 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં 13,762 કરોડનું નેટ પ્રોફિટ મેળવ્યું હતું, જે છેલ્લા વર્ષની આ જ ત્રિમાસિકના 13,427 કરોડથી વધુ છે. સ્ટોક માર્કેટમાં LICના પ્રદર્શન પર નજર નાખીએ તો છેલ્લા 6 મહિનામાં તેના શેરની કિંમતમાં 52 ટકાથી વધુનો ઉછાળ નોંધાયો છે. તેની સાથે જ LIC દેશની ટોપ-10 મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 6.51 લાખ કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp