તૂટી ગયો રેકોર્ડ, સેન્સેક્સ 75000ને પાર, અચાનક આવેલી તેજીમાં અદાણી માલામાલ

PC: twitter.com

શેર બજારમાં ચાલી રહેલી મંદી ગુરુવારે થોભી ગઈ અને અચાનક સેન્સેક્સ અને નિફ્ટી તોફાની તેજી સાથે ભાગવા લાગ્યા. બંને ઇન્ડેક્સે તોફાની તેજીથી ભાગતા ઇતિહાસ રચી દીધો. એક તરફ જ્યાં સેન્સેક્સે પોતાનો જૂનો રેકોર્ડ તોડતા લગભગ 1200 અંકથી વધારાના ઉછાળ સાથે 75,368ના હાઇલેવલનો સ્પર્શ કર્યો, તો નિફ્ટી પણ 350 અંકથી વધારે ઉછળી અને 22,948ના લેવલ પર પહોંચી ગઇ. બજારમાં આવેલી આ તેજી દરમિયાન 10 શેર એવા રહ્યા જે માર્કેટના હીરો બનીને ઉભર્યા. તેમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસથી લઈને રેલવે સ્ટોક્સ IRFC-RVNL સહિત અન્ય નામ સામેલ છે. તેમાંથી ઘણા શેર તો 10 ટકાથી વધુ ઊછળી ગયા.

રોકેટની ગતિએ ભાગ્યા આ 10 શેર:

શેર બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ઉછાળ કોચિન શિપયાર્ડના શેરોમાં આવ્યો અને બપોરે 12:30 વાગ્યા સુધી તે 11.25 ટકાના ઉછાળ સાથે કારોબાર કરી રહ્યા હતા. એ સિવાય શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેર 10 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. એ સિવાય રેલવેના શેર પણ રોકેટ બનતા નજરે પડ્યા. એક તરફ જ્યાં IRFCના શેર 8 ટકા ચઢ્યા, તો RVNL સ્ટોકમાં પણ લગભગ 8 ટકાનો ઉછાળ નોંધાયો. PNB હાઉસિંગ ફાઇનાન્સના શેર પણ 8 ટકાથી વધુ ઉછળ્યાં.

સૌથી વધુ ભાગનારા 10 શેરોમાં સામેલ અન્ય કંપનીઓની વાત કરીએ તો તેમાં ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર પણ સામેલ છે જે 7.50 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સાથે જ Mazgaon Dockના સ્ટોક 6.34 ટકા અને ભારત ડાયનામિકના શેર 6.14 ટકાના ઉછાળ સાથે કારોબાર કરી રહ્યા હતા. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ 5 ટકાની તેજી જોવા મળી. તો અદાણી પાવરના શેર 4 ટકાની છલાંગ લગાવતા ટ્રેડ કરી રહ્યા છે.

સેન્સેક્સ-નિફ્ટીએ રચ્યો ઇતિહાસ

BSEના 30 શેરોવાળા સેન્સેક્સે પોતાનો જૂનો રેકોર્ડ તોડતા લગભગ 1200 અંકથી વધારાના ઉછાળ સાથે 75,368ના સ્તરનો સ્પર્શ કર્યો. જે તેનું ઓલટાઇમ હાઇ છે. તો NSEના નિફ્ટી ઇન્ડેક્સે ઇતિહાસ રચતા નવા ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો. અત્યાર સુધી નિફ્ટી 350 અંકથી વધુ ઉછળીને 22,948 રૂપિયાના ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયું. NSE લિસ્ટેડ 2572 શેરોમાંથી કારોબાર થઈ રહ્યો હતો, જેમાંથી 1,220 શેર ઉછાળ પર હતા. જ્યારે 1242 શેરોમાં ઘટાડો ચાલી રહ્યો છે. તો 110 શેર અનચેન્જ નજરે પડી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમાં સામેલ 100 કરતા વધુ શેર એવા છે જેમણે પોતાના 52 અઠવાડિયા હાઇલેવલ ટચ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp