ભારતના સૌથી અમીર ઝવેરીને મળો, સંપત્તિ છે 36,520 કરોડ રૂપિયા
આજે તમારી સાથે ભારતના સૌથી અમીર જ્વેલર વિશે વાત કરીશુ, જેમની કુલ સંપત્તિ 36,520 કરોડ રૂપિયા છે. આજે દેશમાં તેમના 160 સ્ટોર છે. રાજ્યથી નેશનલ, નેશનલથી ઇન્ટરનેશનલ લેવલ સુધીની તેમની સફર રહી.
અમે વાત કરી રહ્યા છે Joyalukkas Jewellerના માલિક જોય અલુક્કસની. કેરળમાં જન્મેલા જોયના પિતાની એક નાનકડી જ્વેલરીની દુકાન હતી. જોયને નાનપણથી સોનાની ચમક ગમતી હતી. તેમણે UAEમાં પહેલાં જ્વેલરી સ્ટોર શરૂ કર્યો અને ધમધમાટ ચાલી ગયો. 2001માં તેમણે એક લકી ડ્રો વિનરને રોલ્સ રોયસ કાર ભેટમા આપી ત્યારે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. એ પછી 2009માં ભારતમાં 10 લકી વિનરને 10 BMW કાર ભેટમાં આપી હતી.
જોયએ ચેન્નાઇમાં સૌથી મોટો જ્વેલરી મોલ ઉભો કર્યો છે જે 70,000 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp