માઈક્રોસોફ્ટ આ વ્યક્તિને આપશે 8313 કરોડ રૂપિયા, જાણો કોણ છે સ્ટીવ બાલ્મર

PC: hindi.ebmnews.com

વિશ્વની IT દિગ્ગજ માઇક્રોસોફ્ટ સ્ટીવ બાલ્મરને હજારો કરોડ રૂપિયા ચૂકવવા જઇ રહી છે, કારણ કે IT દિગ્ગજ માઇક્રોસોફ્ટે તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થતા શેર ધારકોને ડિવિડન્ડ આપવાનું વિચારી રહી છે.

વિશ્વની IT દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટની નાણાકીય કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે. આ સુધારા પછી, કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે અને હવે માઇક્રોસોફ્ટ એક ક્વાર્ટર માટે શેર દીઠ 75 ટકા ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે. આ શેર દીઠ 3 ડૉલરના વાર્ષિક દરે આપવામાં આવશે. આવી સ્થિતિમાં સ્ટીવ બાલ્મરને લગભગ એક અબજ ડૉલર એટલે કે રૂ. 8313 કરોડનું ડિવિડન્ડ મળશે.

ફોર્બ્સ અનુસાર, સ્ટીવ બાલ્મર વિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ 2000 થી 2014 સુધી માઈક્રોસોફ્ટના CEO હતા. જો કે હાલમાં સ્ટીવ બાલ્મરનું માઈક્રોસોફ્ટમાં કોઈ યોગદાન નથી. સ્ટેનફોર્ડનો MBA પ્રોગ્રામ છોડ્યા બાદ 1980માં સ્ટીવ બાલ્મર માઈક્રોસોફ્ટમાં કર્મચારી તરીકે જોડાયા હતા. બાલ્મર પ્રથમ ડોટ-કોમ દુર્ઘટના પછી માઇક્રોસોફ્ટના CEO બન્યા અને 2014માં માઇક્રોસોફ્ટમાંથી નિવૃત્ત થયા. આ પછી તેણે NBAની લોસ એન્જલસ ક્લિપર્સ 2 બિલિયન ડૉલરમાં ખરીદી.

માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ CEO સ્ટીવ બાલ્મર 333.2 બિલિયન ડૉલરના મૂલ્યના માઇક્રોસોફ્ટ શેરના માલિક છે. આ કંપનીમાં 4 ટકા હિસ્સાની સમકક્ષ છે. માઈક્રોસોફ્ટમાંથી નિવૃત્ત થયા પછી સ્ટીવ બાલમેરે પ્રથમ વખત પોતાના શેરનો ખુલાસો કર્યો હતો. 4 ટકા હિસ્સાના કારણે તેને 1 અબજ ડોલરનું ડિવિડન્ડ મળશે.

સ્ટીવ બાલ્મર આ ડિવિડન્ડ મેળવવા માટે માઈક્રોસોફ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જો બોર્ડ કોઈ કપાત નહીં કરે, તો ભૂતપૂર્વ CEOના પોર્ટફોલિયોમાં એક અબજ ડોલરનું ડિવિડન્ડ ઉમેરવામાં આવશે. આ સાથે, બાલ્મરને 20 ટકાના દરે 200 મિલિયન ડૉલરનો ટેક્સ પણ ચૂકવવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2003થી માઇક્રોસોફ્ટના ડિવિડન્ડની ચૂકવણીમાં સતત વધારો થઇ રહ્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર બાલ્મર ગ્રૂપના સહ-સ્થાપક સ્ટીવ બાલ્મરની નેટવર્થ નવેમ્બર 2023 સુધીમાં 122 બિલિયન ડૉલર છે અને તે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. અહીં તમને જણાવી દઈએ કે, માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે 1980માં સ્ટીવ બાલ્મરને નોકરી પર રાખ્યા હતા. 2014માં સત્ય નડેલાને CEO બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp