32 રૂપિયામાં આવ્યો હતો IPO, 2 મહિનામાં 5 ગણા પૈસા, હવે બજેટથી આશા?
મંગળવારે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 1053 અંક પડીને 70,370 અને નિફ્ટી 333 અંક તૂટીને 21,238 અંક પર બંધ થયા. આ ભારે ઘટાડા વચ્ચે સરકારી કંપની ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ (IDERA)ના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. મંગળવારે કારોબારના અંતમાં IDERAના શેર 3.45 ટકા ચઢીને 154.05 રૂપિયા પર બંધ થયા. એટલું જ નહીં, IDERAના શેરોએ મંગળવારે 52 અઠવાડિયાનું પોતાનું નવું હાઇ 156.25 રૂપિયા પણ બનાવ્યું, જ્યારે આ શેરનું 52 વીક લો 49.99 રૂપિયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કંપનીને તેનો ફાયદો મળી શકે છે. એ સિવાય બજેટ 2024માં જો આ સેક્ટર સાથે જોડાયેલી કોઈ જાહેરાત થાય છે તો પછી આ કંપનીને લાભ મળી શકે છે. એટલે શેરમાં સતત તેજી નજરે પડી રહી છે. આ સરકારી કંપનીના શેર 23 જાન્યુઆરીના રોજ 156.25 રૂપિયા પર પહોંચી ગયા. એક મહિનામાં આ શેર 53 ટકાથી વધુ ચાલી ચૂક્યા છે.
કંપનીના શેરોનું 52 ટકા લો લેવલ 49.99 રૂપિયા છે. નવેમ્બરના અંતમાં આ સરકારી કંપની (IDERA)નો IPO આવ્યો હતો. ઇશ્યૂ પ્રાઇઝથી IDERAના શેરોમાં લગભગ 400 ટકાનો ઉછાળ જોવા મળ્યો. તો કંપનીના ત્રિમાસિક પરિણામ શાનદાર રહ્યા. કંપનીનો નફો વધીને 336 કરોડ રૂપિયા થઈ ગયો. તો ત્રીજી ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 1,253 કરોડ રૂપિયા થઈ ગઈ. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીની NII વધીને 448 કરોડ રૂપિયા રહી. જ્યારે ગત નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીની NII 323 કરોડ રૂપિયા રહી હતી.
IDERAનો IPO 21 નવેમ્બર 2023ના રોજ ખૂલ્યો હતો અને એ નવેમ્બર 23ના રોજ બંધ થયો હતો. આ IPOની પ્રાઇઝ બેન્ડ 30-32 રૂપિયા હતી એટલે કે બે મહિનામાં IDERAના શેર 32 રૂપિયા 156 સુધી પહોંચી ચૂક્યા છે. આ એક સરકારી મિનિરત્ન કંપની છે. IDERAનો IPO ટોટલ 38.80 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ કોટા 7.73 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. તો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરી 24.16 ગણો ભરેલો હતો, જ્યારે ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો કોટા સૌથી વધુ 104.57 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp