આ રાજ્ય ક્યાંથી લાવશે 9000 કરોડ, એક ઝટકામાં રિટાયર થયા 16000 કર્મચારી

PC: jansatta.com

દર મહિનાની છેલ્લી તારીખે સરકારી સેવામાં પોતાની અવધિ પૂરી કરી ચૂકેલા કર્મચારીઓની સેવાનિવૃત્તિ થાય છે. તમામ સરકારી સંસ્થાઓમાંથી ઘણા લોકો એ દિવસે વિદાઇ લે છે, પરંતુ મે મહિનાની 31 તારીખ કેરળ માટે અનોખી હોય છે. આ દિવસે અહી હજારોની સંખ્યામાં લોકો એક સાથે રિટાયર્ડ થઈ જાય છે, જેનાથી ત્યાંની સરકારના ખજાના પર અચાનક ભાર વધી જાય છે. આ વખત 31 મેના રોજ કેરળના 16 હજાર કર્મચારી એક ઝટકામાં સેવામાંથી મુક્ત થઈ રહ્યા છે. જેનાથી રાજ્યના રાજસ્વ પર 9 હજાર કરોડનો ભાર પડશે, તો હવે સવાલ એ છે કે સરકાર આટલા પૈસાની ચૂકવણી ક્યાંથી કરશે.

કેરળ જેની પ્રતિ વ્યક્તિ GDP ભારતની સરેરાશ GDPથી 1.6 ગણી વધારે છે, તે આજકાલ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે. ત્યાંની સરકારે પહેલા જ ત્યાંના મોટા ભાગના કર્મચારીઓને પેમેન્ટ કરવામાં હાથ ઊંચા કરી દીધા હતા. સાથે જ જે લોકો પહેલા જ સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમના પેન્શનની ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કેરળ સરકારની નાણાકીય સ્થિતિ આ મહિનાની શરૂઆતમાં જ લડખડાઈ ગઈ હતી.

અહીની સરકાર મહિનાની શરૂઆતમાં ઓવરડ્રાફ્ટમાં ચાલી રહી છે. એવામાં આટલા કર્મચારીઓના પૈસા એક સાથે ચૂકવણી સરકાર માટે મોટો પડકર હશે. જન્મ પ્રમાણપત્ર અનિવાર્ય થવા અગાઉ, કેરળના લોકો જ્યારે બાળકોનું એડમિશન કરાવવા માટે શાળામાં લઈને જતા હતા, ત્યારે મોટા ભાગે જન્મની તારીખ 31 મે જ નોંધી લેતા હતા. આ જ કારણ છે કે મે મહિનામાં કેરળ સરકારના મોટા ભાગના કર્મચારી સેવાનિવૃત્ત થાય છે. એટલે એમ માત્ર આ વખત થઈ રહ્યું નથી.

હા આ વખત રિટાયર્ડ થનારાઓની સંખ્યા સંયોગ બસ ગયા વર્ષથી વધારે છે. વર્ષ 2023ની 31 મેના રોજ 11 હજાર 800 કર્મચારી રિટાયર થયા હતા. એટલા બધા લોકો એક સાથે જો રિટાયર થઈ જાય છે તો સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓની કમી હોવી વ્યાજબી છે. એવા ઘણા વિભાગ છે જ્યાંથી ઘણા લોકો આજે પોતાની સેવા અવધિને પૂરી કર્યા બાદ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. એ જગ્યાઓ પર જ્યાં સુધી નિમણૂક નહીં થાય ત્યાં સુધી ત્યાંના કામ કાજ પર અસર પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp