મુકેશ અંબાણીએ પત્નીને 70,000 કરોડની નવી કંપની ભેટ કરી, હવે નીતા અંબાણી નવા બોસ

PC: msn.com

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ એક મોટો સોદો પૂરો કર્યો છે. એક વર્ષથી ચાલી રહેલી વાટાઘાટો પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે Viacom18 અને Disney વચ્ચેનો સોદો પૂર્ણ કરી લીધો છે. આ સોદો થતાની સાથે જ ડિઝની સ્ટાર ઈન્ડિયા અને રિલાયન્સનું વાયાકોમ-18 હવે એક થઈ ગયા છે. આ સોદા પછી, રિલાયન્સની પાસે 2 OTT અને 120 ચેનલો સાથે 75 કરોડ દર્શકોનો ડેટાબેઝ આવી ગયો છે. મુકેશ અંબાણીએ આ નવી કંપનીની જવાબદારી તેમની પત્ની નીતા અંબાણીને સોંપી દીધી છે.

70352 કરોડના આ સોદામાં રિલાયન્સ પાસે 63.16 ટકા હિસ્સો હશે, જ્યારે ડિઝની પાસે 36.84 ટકા હિસ્સો હશે. નીતા અંબાણી ત્રણ CEOની સાથે આ કંપનીની કમાન સંભાળશે. આ સંયુક્ત સાહસનું કુલ મૂલ્ય 70,000 કરોડ રૂપિયાથી વધુ હશે. એવું માનવામાં આવે છે કે, આ સંયુક્ત સાહસ વાર્ષિક 26000 કરોડ રૂપિયાની આવક ઉત્પન્ન કરશે. રિલાયન્સે આ સોદામાં 11500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

100થી વધુ ચેનલો અને બે OTT ચેનલો ધરાવતી આ મીડિયા કંપનીની જવાબદારી નીતા અંબાણીને સોંપવામાં આવી છે. તે સંયુક્ત સાહસના અધ્યક્ષ રહેશે. આ સંયુક્ત સાહસના ત્રણ CEO પણ હશે. કેવિન વાઝ તમામ પ્લેટફોર્મ પર મનોરંજન સંસ્થાનું નેતૃત્વ કરશે. કિરણ મણિ જોઈન્ટ ડિજિટલ ઓર્ગેનાઈઝેશનનો હવાલો સંભાળશે, જ્યારે સંજોગ ગુપ્તા જોઈન્ટ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરશે. જ્યારે ઉદય શંકર આ નવી કંપનીના વાઇસ ચેરમેન હશે. નીતા અંબાણીની સામે સોની, નેટફ્લિક્સ, એમેઝોન જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવાનો પડકાર હશે.

આ મેગા ડીલ પછી રિલાયન્સના શેર પર અસર જોવા મળશે. તાજેતરમાં જ, વિદેશી બ્રોકરેજ હાઉસ CLSAએ તેના તાજેતરના અહેવાલમાં રિલાયન્સના શેર વિશે એક મોટી વાત કહી છે. CLSAના રિપોર્ટ અનુસાર, આવનારા સમયમાં રિલાયન્સના શેરમાં વર્તમાન સ્તરેથી 70 ટકા સુધીની વૃદ્ધિ મળવાની સંભાવના છે. CLSA અનુસાર, રિલાયન્સના શેરમાં હાલનો ઘટાડો રોકાણકારો માટે એક તક છે, ખાસ કરીને એવા રોકાણકારો માટે કે જેઓ લાંબા ગાળા માટે રિલાયન્સમાં રોકાણ કરવા માગે છે. બ્રોકરેજ ફર્મે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, વર્ષ 2025માં રિલાયન્સના બિઝનેસમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ જોવા મળશે. કંપનીની નવી ઉર્જા અને છૂટક કારોબારમાં પણ વેગ પાછો આવવાની સંભાવના છે. જિયો એરફાઇબર સબસ્ક્રાઇબર બેઝમાં વૃદ્ધિ, શેરબજારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી જેવી ભાવિ યોજનાઓના આધારે રોકાણકારોનો વિશ્વાસ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp