મુકેશ અંબાણીએ અદાણીને આપી પછડાટ, જાણો શું થયો ફેરફાર

PC: businesstoday.in

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી અમીર ભારતીય બની ગયા છે. અંબાણી 8.08 લાખ કરોડની સંપત્તિ સાથે મંગળવારે જાહેર કરાયેલ '360 વન વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023'માં ટોચ પર છે.

આ યાદીમાં ગૌતમ અદાણી પહેલા નંબર પરથી સરકીને બીજા નંબર પર આવી ગયા છે. હરુન ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 4.74 લાખ કરોડ છે. મતલબ કે મુકેશ અંબાણીની નેટવર્થ અદાણી કરતા લગભગ બમણી છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી મોટા ગાબડાં પડ્યા હતા. આ હુરુન ઇન્ડિયાની ભારતના સૌથી ધનિક લોકોની 12મી વાર્ષિક રેન્કિંગ છે.

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર સાયરસ પૂનાવાલાએ 2.78 લાખ કરોડની નેટવર્થ સાથે પોતાનો ત્રીજા નંબરનો ક્રમ જાળવી રાખ્યો છે. તો HCLના શિવ નાદર 2.28 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ચોથા નંબર પર છે. ગોપીચંદ હિંદુજા 1.76 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 5મા નંબર પર છે.

સન ફાર્માના ફાઉન્ડર અને લીડર દિલીપ સંઘવી 1.64 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે 6ઠ્ઠા નંબર પર છે. ટોપ-10 લિસ્ટમાં એલ.એન. મિત્તલ, રાધાકિશન દામાણી, કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ પણ સામેલ છે.

હારુન ઇન્ડિયાની યાદીમાં કુલ 259 અબજપતિ છે. જે ગયા વર્ષ કરતા 38 વધારે છે. જેપ્ટોના ફાઉન્ડર કૈવલ્ય વોહરા આ યાદીમાં સૌથી નાના ઉંમરના અરબપતિ છે. તેમની ઉંમર માત્ર 20 વર્ષ છે.

હુરુન લિસ્ટ લોન્ચ થયા બાદ પ્રથમ વખત આ યાદીમાં સામેલ અમીરોની ક્યુમ્યુલેટીવ વેલ્થ વધીને 109 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિંગાપોર, UAE અને સાઉદી અરેબિયાના સંયુક્ત GDP કરતાં વધુ છે.

યાદીમાં સામેલ ધનિકોની કમ્યુલેટીવ વેલ્થમાં 8.5 ટકાનો વધારો થયો છે, જ્યારે સરેરાશ સંપત્તિમાં 9.3 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 1,054 વ્યક્તિઓની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે અથવા તે જ રહ્યો છે. તેમાંથી 278 નવા ચહેરા છે, જ્યારે 264ની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે અને 55 લોકો યાદીમાંથી બહાર રહી ગયા છે.

નામ                   સંપત્તિ કરોડ              કંપની

મુકેશ અંબાણી        808,700            રિલાયન્સ

ગૌતમ અદાણી          474,800      અદાણી ગ્રુપ

સાયરસ પૂનાવાલા   278,500       સીરમ ઇન્સ્ટિ.

 શિવ નાદર            228,900        HCL

ગોપીચંદ હિંદુજા       176,500      હિંદુજા ગ્રુપ

 દિલીપ સંઘવી     164,300       સન ફાર્મા

 એલએન મિત્તલ    162,300     આર્સલર મિત્તલ

રાધાકિશન દામાણી   143,900  એવેન્યુ સુપરમાર્ટ

કુમાર મંગલમ       125,600       આદિત્ય બિરલા

નીરજ બજાજ        120,700      બજાજ ઓટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp