મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટિલિયા જ નહીં, બીજી પણ ભવ્ય પ્રોપર્ટીઓ છે

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટિલિયા જ નથી, પરંતુ દેશ-વિદેશમાં આલિશાન પ્રોપર્ટીઓ પણ છે.

મુંબઇના અલમાઉન્ટા રોડ પર મુકેશ અંબાણીનું દુનિયાનું સૌથી મોઘું ઘર એન્ટિલિયા આવેલું છે જેની કિંમત અંદાજે 15,000 કરોડ છે અને તે 27 માળનું છે. અંબાણી પાસે બીજી પ્રોપર્ટી દુબઇના પામ ઝુમેરાહમાં બીચ સાઇડ વિલા છે જેની કિંમત 640 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે. લંડનમાં 2021માં મુકેશ અંબાણીએ સ્ટોક હાઉસ 592 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. જે 300 એકરમાં ફેલાયેલું છે. આ ઉપરાંત ન્યૂયોર્કમાં મેન્ડરીન ઓરીએન્ટલ હોટલ છે જે 2,000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

મુંબઇના કફ પરેડ પર સી વિન્ડ નામની 17 માળની બિલ્ડીંગ છે, જેમા એક જમાનામાં આખું અંબાણી પરિવાર રહેતું હતું. અનિલ અંબાણીના બે ફ્લોર છે. રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરભાઉ અંબાણીના જન્મ સ્થળ ચોરવાડમાં જુનું ઘર છે, જેને હવે આલિશાન બનાવી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp