અંબાણી લાવી રહ્યા છે જીવન માટે જરૂરી ડિવાઈસ, કરશે આ મહત્ત્વનું કામ, કિંમત 12000

PC: indiatimes.com

પેટ્રોલિયમ, ટેક્સટાઇલ, કેમિકલ અને સર્વિસીસ. આ સેક્ટરમાં બિઝનેસ બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હેલ્થકેર સેક્ટરમાં કંઈક નવુ કરવા જઈ રહ્યા છે. આ નવુ છે જીનોમ ટેસ્ટિંગ સાથે જોડાયેલું. રિલાયન્સ ગ્રુપ જીનોમ ટેસ્ટિંગ માટે એક કિટ લાવવાનો પ્લાન બનાવી રહ્યું છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ કિટ બજારમાં હાલ ઉપલબ્ધ ટેસ્ટિંગ કિટ કરતા આશરે 86 ટકા સુધી સસ્તી હશે. એટલે કે રિલાયન્સ ગ્રુપ જિનેટિક મેપિંગ બિઝનેસમાં પોતાનો પગ જમાવવા જઈ રહ્યું છે. શું હોય છે જિનેટિક મેપિંગ તે જાણી લો.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, અમેરિકી સ્ટાર્ટઅપ ‘23andMe’ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્થ કેર ટ્રેન્ડને અંબાણી ભારતમાં લાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. તે સાથે જ રિલાયન્સ ગ્રુપ ભારતમાં હેલ્થકેરની સુવિધાઓને સસ્તી બનાવવાનું કામ પણ કરશે. ગ્રુપ આવનારા અઠવાડિયાઓમાં 12 હજાર રૂપિયાની કિંમતવાળી જીનોમ ટેસ્ટિંગ કિટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. મીડિયાને આ જાણકારી સ્ટ્રેંડ લાઇફ સાયન્સીસ પ્રાઈવેટના CEO રમેશ હરિહરને આપી છે. આ પ્રોડક્ટ આ જ કંપનીએ બનાવી છે.

જાણકારી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બેંગલુરુની આ કંપનીને વર્ષ 2021માં ખરીદી હતી. વર્તમાનમાં રિલાયન્સ ગ્રુપની પાસે આ કંપનીની 80 ટકા હિસ્સેદારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિટની જાણકારી આપતા રમેશ હરિહરને કહ્યું, આ કિટ કેન્સર, હાર્ટ એટેક, ન્યૂરો સાથે સંકળાયેલી બીમારીઓ અને જીનેટિક ડિસઓર્ડર વિશે કોઈ વ્યક્તિની પ્રવૃત્તિનું આંકલન કરવામાં મદદ કરશે. આ કિટ દ્વારા પહેલાથી જ એ જાણકારી મેળવવામાં મદદ મળશે કે કોઈ વ્યક્તિને કોઈ બીમારી થવાની કેટલી સંભાવના છે.

હરિહરને આગળ કહ્યું કે, આ દુનિયામાં આ પ્રકારનું સૌથી સસ્તું જીનોમિક પ્રોફાઈલ હશે. એટલું જ નહીં તેનાથી બાયોલોજિકલ ડેટાનો એક ખજાનો તૈયાર કરવામાં પણ મદદ મળશે. આ ક્ષેત્રમાં દવાઓના વિકાસ અને બીમારીઓથી બચવામાં મદદનો રસ્તો ખુલશે.

ભારતમાં જીનોમ મેપિંગ માટે જે કિટ ઉપલબ્ધ છે, તેના ભાવ સામાન્ય માણસ માટે ખૂબ જ વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્કેટમાં કોમ્પિટિશન વધારીને રિલાયન્સ ગ્રુપ આ સેક્ટરમાં પોતાનો પગ જમાવવા માંગે છે. આ ઉપરાંત, આવનારા સમયમાં જીનેટિક ટેસ્ટિંગ માર્કેટની વેલ્યૂએશન વધવાનું અનુમાન પણ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અંબાણી ગ્રુપ જીનેટિક ટેસ્ટિંગના માર્કેટ પર કબ્જો કરવા માટે રિલાયન્સ ગ્રુપ જીનોમ ટેસ્ટિંગ બિઝનેસ તરફ જોઈ રહ્યું છે. આ બધા ઉપરાંત, ડેટાની વાત તો છે જ. જીનોમ ટેસ્ટિંગ સર્વિસથી મોટા સ્તર પર બાયોલોજિકલ ડેટા તૈયાર કરવામાં મદદ મળશે. જેના કારણે બીમારી અને સારવાર અંગે જાણકારી મેળવવામાં પણ મદદ મળશે.

શું હોય છે જીનોમ?

તેને સમજતા પહેલા યાદ કરીએ આપણું બ્રહ્માંડ. જે લાખો-કરોડો ગ્રહો અને તારાઓના સમૂહથી બનેલું હોય છે. આ રીતે બ્રહ્માંડ રૂપી આપણું શરીર પણ નાના-નાના સેલ/કોશિકાઓ માંથી બનેલું છે લાખો-કરોડો કોશિકાઓનું. આ કોશિકાઓની અંદર જીનેટિક મટિરિયલ હોય છે. જેને DNA, RNA ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તમામ જીનેટિક મટિરિયલને સામુહિકરીતે જીનોમ કહેવામાં આવે છે.

જે રીતે પૃથ્વી અને સૂર્ય અથવા ચંદ્રમાનું અંતર માપવામાં આવે છે, એ જ રીતે એક જીનના સ્થાન અને જીનની વચ્ચેના અંતરની ઓળખ કરવા માટે એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિકને જીનોમ મેપિંગ કહેવામાં આવે છે. આ જ ટેસ્ટ માટે રિલાયન્સ ગ્રુપ એક કિટ લોન્ચ કરવાનું છે.

હવે વાત કરીએ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટની. જીનોમ સિક્વન્સિંગ કોઈ વાયરસનો બાયોડેટા હોય છે. એટલે કે જો આપણી કોશિકાઓમાં કોઈ વાયરસનું આક્રમણ થયુ, તો વાયરસની જાણકારી જીનોમ સિક્વન્સિંગ દ્વારા મળે છે.

જીનોમ મેપિંગનો શું છે ફાયદો?

જીનોમ મેપિંગની મદદથી કોઈ માણસની બીમારી અંગે જાણકારી મેળવી શકાય છે. તેને કઈ બીમારી થઈ શકે છે, તેના કયા લક્ષણ હોઈ શકે છે, આ બધુ જ જીનોમ મેપિંગ તમને જણાવે છે.

એટલું જ નહીં, જીનોમ મેપિંગ દ્વારા એ પણ જાણકારી મેળવી શકાય છે કે આપણા દેશના લોકો બાકી દેશોના લોકો કરતા કઈ રીતે અલગ છે અને જો તેમા કોઈ સમાનતા છે તો તે કઈ છે? તેની આગળ એ પણ જાણકારી મેળવી શકાય છે કે, ગુણ કઈ રીતે ડિસાઈડ થાય છે તથા બીમારીઓથી કઈ રીતે બચી શકાય છે. સમય રહેતા બીમારી અંગે જાણકારી મળવાથી તેની સચોટ સારવાર પણ શોધી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp