RILના રોકાણકારોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ AGMમા કરી આ જાહેરાતો
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 47મી વાર્ષિક સાધારણ સભા શરૂ થઇ ગઇ છે. બપોરે 2:00 વાગ્યે મુકેશ અંબાણીના સંબોધન સાથે તેની શરૂઆત થઇ. સાધારણ સભાની શરૂઆત થવાની સાથે જ RILના શેર તેજીથી ભાગવા લાગ્યા અને 2 ટકાથી વધુ વધી ગયા. રિલાયન્સના ચેરમેન આ બેઠક દરમિયાન રિલાયન્સ ગ્રુપની 2 કંપનીઓ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના IPOને લઇને તસવીર સ્પષ્ટ કરી શકે છે. તેમણે કહ્યું કે, કંપનીનું ફોકસ રોજગારના અવસર ઉત્પન્ન કરવા પર છે અને ગયા વર્ષે 1.7 લાખ નવા રોજગાર ઉત્પન્ન થયા.
AI પર વાત કરતા મુકેશ અંબાણીએ જિયોના આગળનો પ્લાન બતાવતા કહ્યું કે દરેક ભારતીયને AI સાથે જોડવાનું અમારું લક્ષ્ય છે. લોકોને AI સાથે જોડવાનો વાયદો અમે પૂરો કરીશું. તેના માટે Jio Brain નામથી AI લાવવામાં આવશે. જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવવામાં આવશે. તેની સાથે જ કંપનીએ આ વર્ષે દિવાળી સુધીમાં Jio AI ક્લાઉડ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio to 5Gએ દુનિયામાં સૌથી ઝડપથી 5G અપનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ દુનિયાનું સૌથી એડવાન્સ 5G નેટવર્કમાંથી એક બની ગયું છે.
અંબાણીએ રિલાયન્સ સાધારણ સભામાં 2G મુક્ત ભારતનો નારો આપતા કહ્યું કે, જિયોએ 50 ટકા યુઝર્સને 3G સાથે જોડ્યા છે. પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશના દરેક ખૂણામાં આજે રિલાયન્સ જિયો પહોંચી ગયો છે અને એ દેશની સૌથી મોટો પેટેન્ટ હોલ્ડર પણ બની ગઇ છે. જિયો પાસે 5G, 6Gમાં 350 કરતા વધુ પેટેન્ટ છે. કંપનીએ 5G ફોનને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે અને 2 વર્ષમાં જિયોના 23 કરોડ ગ્રાહક 5G સાથે જોડાયા છે. હવે 2G ગ્રાહક પણ 5Gમાં અપગ્રેડ થઇ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર આપવાના મામલે રિલાયન્સ આગળ છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવા રોજગાર ઉત્પન્ન કર્યા છે. તેના માટે નાણાકીય વર્ષ 2024માં કંપનીએ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર 437 મિલિયન ડૉલર ખર્ચ કર્યા છે. અમે નવા ઇન્સેટિવ બેઝ્ડ મોડલ પર કામ કરી રહ્યા છીએ. ગયા વર્ષે રિલાયન્સે 2555 પેટેન્ટ ફાઇલ કર્યા. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ બાબતે બતાવતા કહ્યું કે, કંપનીનો કારોબાર સારો ચાલી રહ્યો છે અને તેનું માર્કેટ કેપ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ચૂક્યું છે.
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાધારણ સભામાં મોટી જાહેરાત કરી. તેમણે શેર હોલ્ડર્સ માટે 1 પર 1 શેર બોનસ શેર જાહેર કરવાની જાહરાત કરી. તેનો અર્થ છે કે રિલાયન્સ 1 શેર પર 1 શેર આપવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુરુવારે સાધારણ સભાના દિવસે બપોરે 1:45 વાગ્યે આ નિર્ણય લીધો છે અને તેના માટે 5 સપ્ટેમ્બરે બોર્ડ મેમ્બર બેઠક કરશે. કારોબારના વિસ્તાર અને મજબૂત ફાઇનાન્શિયલ પરફોર્મન્સને જોતા કંપનીએ જાહેરાત કરી છે. આ બાબતે મુકેશ અંબાણીમાં RIL AGMમાં જાણકારી આપી.
તેમને કહ્યું કે, ભારત તેજીથી આગળ વધી રહ્યો છે. IMFનું અનુમાન છે કે 2027માં દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી હશે અને જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે. સાધારણ સભા શરૂ થવાની સાથે જ અંબાણીની કંપનીના શેર શાનદાર તેજી સાથે ભગવા લાગ્યા. સવારે 9:15 વાગ્યે 3006.20 રૂરિપ પર ઓપન થયા અને બપોરે 2:00 વાગ્યે RILના શેર 3065.05 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યા. મુકેશ અંબાણીએ કહ્યું કે આજે રિલાયન્સ રિટેલનો કારોબાર દેશના ખૂબ ખૂણામાં છે અને રિલાયન્સ રિટેલના 40 લાખ કરિયાણા પાર્ટનર છે.
આ બિઝનેસ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી નવા રોજગાર અંબાણીએ જણાવ્યું કે, એજ્યુકેશન સેક્ટરમાં AI લર્નિંગ પર ફોકસ છે. દેશના 30 કરોડ વિદ્યાર્થીઓને AI લર્નિંગથી ફાયદો મળશે, AI ડૉક્ટરના માધ્યમથી દેશ હેલ્ધી અને ફિટ બનશે. 24/7 AI ડૉક્ટરની સેવાઓ મળશે. તેની સાથે જ AI વેપારના માધ્યમથી MSMEsને મદદ મળશે. AIથી ખેડૂતોને હવામાનની જાણકારી મળશે, શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp