મુકેશ અંબાણીની રિલાયન્સે એક અઠવાડિયામાં 81,763 કરોડ ગુમાવ્યા

PC: aajtak.in

ગયા સપ્તાહે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ લગભગ 1475 પોઈન્ટ્સ તૂટી ગયો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીની માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો. જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું હતું.

ગત સપ્તાહે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ. 2,23,660 કરોડનો સામૂહિક ઘટાડો થયો હતો. શેરબજારમાં નબળા વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકા ઘટ્યો હતો. સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો. જ્યારે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને ITCની બજાર સ્થિતિ વધી છે.

ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 81,763.35 કરોડ ઘટીને રૂ. 19,19,595.15 કરોડ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ નુકસાન થયું હતું. LICનું બજાર મૂલ્ય રૂ. 63,629.48 કરોડ ઘટીને રૂ. 5,84,967.41 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું બજાર મૂલ્ય રૂ. 50,111.7 કરોડ ઘટીને રૂ. 6,53,281.59 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 21,792.46 કરોડ ઘટીને રૂ. 5,46,961.35 કરોડ થયું છે. એ જ રીતે, ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 6,363.11 કરોડ ઘટીને રૂ. 7,57,218.19 કરોડ થયું હતું.

આ વલણથી વિપરીત, TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 38,858.26 કરોડ વધીને રૂ. 15,25,928.41 કરોડે પહોંચ્યું છે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. 11,976.74 કરોડ વધીને રૂ. 6,89,425.18 કરોડ થયું છે. ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,738.51 કરોડ વધીને રૂ. 5,23,660.08 કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,450.22 કરોડ વધીને રૂ. 6,78,571.56 કરોડ થયું છે. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,443.9 કરોડ વધીને રૂ. 11,03,151.78 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, SBI, LIC, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનો નંબર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp