10 મહિનામાં 18 ગણા પૈસા, જ્યારે આ કંપનીનો આવ્યો હતો IPO, ખૂબ થઈ હતી ચર્ચા
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering)ના શેરોમાં સતત બીજા દિવસ બુધવારે અપર સર્કિટ લાગ્યું હતું અને 2686.50 પર પહોંચી ગયા હતા. આ અગાઉ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ મંગળવારે Bondada Engineeringના શેરોમાં અપર સર્કિટ લાગ્યું હતું અને શેરોમાં 5 ટકાની તેજી સાથે 2558.60 રૂપિયા પર પહોંચી ગયા હતા. આ સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો. શેર 5 ટકા ચઢીને 2686.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. Bondada Engineeringના શેરોમાં અચાનક આવેલા આ ઉછળાનું કારણ ટેલીકોમ ભારતી એરટેલ સાથે થયેલી એક ડીલ છે.
શું થઈ છે ડીલ?
ટેલીકોમ કંપની ભારતી એરટેલે Bondada Engineeringએ બેઝ વિનાના 60 કિલોગ્રામના 6 મીટર લાંબા GI પોલનો પુરવઠો પૂરો કરવાનો છે. જેની કુલ કિંમત 2,05,32,000 રૂપિયા છે. આ સમાચાર સામે આવ્યા બાદ Bondada Engineeringના શેરોમાં મંગળવારે પાંખ આવી ગઈ હતી. ઑગસ્ટ 2023માં Bondada Engineeringએ IPOના માધ્યમથી શેર બજારમાં પગ રાખ્યો હતો. છેલ્લા 10 મહિનામાં આ શેરોએ લગભગ 1700 ટકાનું રિટર્ન આપ્યું છે એટલે કે 18 ગણા પૈસા થયા છે.
જેણે પણ IPOની લિસ્ટિંગ બાદ આ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે, તેમનું રોકાણ માત્ર 10 મહિનામાં વધીને લગભગ 18 લાખ રૂપિયા થઈ ગયા હશે. વર્ષ 2024માં અત્યાર સુધી Bondada Engineeringના શેરોમાં 513.43 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી વર્ષ 2024એ કંપનીના શેરોની પ્રાઇઝ 417.10 રૂપિયા હતી, જ્યારે છેલ્લા 6 મહિનામાં તેના શેરોમાં 536.63 ટકાનો વધારો નોંધાયો છે.
થોડા દિવસ અગાઉ જ Bondada Engineeringએ પોતના નાણાકીય વર્ષનો હિસાબ જાહેર કર્યો છે. તે મુજબ કંપનીના પરિચાલનમાં ખર્ચમાં નાણાકીય વર્ષ 2023ની તુલનામાં ગેગણાથી વધીને 800.72 કરોડ રૂપિયા થઈ ગયો હતો જે નાણાકીય વર્ષ 2023માં 371 કરોડ રૂપિયા હતો. Bondada Engineering ગયા વર્ષે ઓગસ્ટમાં IPO 75 રૂપિયા પર લઈને આવી હતી અને 30 ઓગસ્ટ 2023ના રોજ તેના શેરોની કિંમત 149.62 રૂપિયા હતી, જે 29 ડિસેમ્બર 2023માં જ 400 રૂપિયાને પાર કરી ગઈ હતી. કંપનીનો 52 અઠવાડિયા લો લેવલ 142.50 રૂપિયા છે. સાથે જ તેની માર્કેટ કેપ 5527.10 કરોડ રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp