મારા પૈસા આ શેરથી 16,000 ગણા વધ્યા: વિજય કેડિયા, પહેલા સટ્ટો સમજીને ખૂબ ગુમાવ્યુ

PC: growmudra.com

'પહેલાં હું શેરબજારમાં સટ્ટાબજારના વિચાર સાથે કામ કરતો રહ્યો અને પૈસા ગુમાવતો રહ્યો. પછી મેં બજાર પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલ્યો અને ટ્રેડિંગ કરી રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. આ જ કારણ છે કે, આજે હું એક સફળ રોકાણકાર બની ગયો છું.' વિજય કેડિયાના આ શબ્દો શેરબજારમાં શોર્ટ કટ દ્વારા પૈસા કમાતા લોકો માટે આંખ ખોલનારા સાબિત થઈ શકે છે. જો તમે પણ શેરબજારમાં સતત પૈસા ગુમાવી રહ્યા છો, તો વિજય કેડિયાની કેટલીક સલાહ સાંભળવાનું ભૂલશો નહીં.

વિજય કેડિયા આજે ભારતીય શેરબજારમાં સફળ રોકાણકાર તરીકે ઓળખાય છે. આ કારણ છે કે, તેમણે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને તેની મૂડીમાં 16,000 ગણો વધારો કર્યો છે. આ ખરેખર આશ્ચર્યજનક વાત છે, પરંતુ તેમણે પોતે જ ખુલાસો કર્યો કે, કેવી રીતે કંપનીના શેરમાં રોકાણ કરીને તેને 100-200 ગણું નહીં પરંતુ 16,000 ગણું વળતર મળ્યું.

મીડિયા સૂત્રો સાથેના એક વિશેષ પોડકાસ્ટ ‘માય ઇન્વેસ્ટમેન્ટ જર્ની’માં, વિજય કેડિયાએ શેરબજારમાં તેમના રોકાણના મંત્રો અંગેનો તેમનો અનુભવ શેર કર્યો. વિજય કેડિયાએ જણાવ્યું કે, તેઓ માત્ર 19 વર્ષની વયે શેરબજારમાં પ્રવેશ્યા હતા. જો કે આ પહેલા પણ તેઓ તેમના દાદા સાથે બિઝનેસ કરતા હતા.

વિજય કેડિયાએ જણાવ્યું કે, દરેક નવા રોકાણકારની જેમ તેમણે પણ શરૂઆતમાં માર્કેટમાંથી પૈસા કમાયા. પરંતુ, ઝડપથી પૈસા કમાવવા માટે, તેમણે ફ્યુચર્સ સેગમેન્ટમાં નસીબ અજમાવ્યું અને કમાયેલા પૈસા ગુમાવ્યા. આ પછી તેમણે નક્કી કર્યું કે, ટ્રેડિંગમાં પૈસા ઝડપથી આવે છે અને તે જ ઝડપે નીકળી પણ જાય છે, તેથી તેમણે ટ્રેડિંગને બદલે રોકાણ કરવાનું શરૂ કર્યું.

વિજય કેડિયાએ જણાવ્યું કે, રોકાણ કરવાથી તેમને માત્ર પૈસા જ નથી મળ્યા પરંતુ તેમને માનસિક શાંતિ પણ મળી હતી. કારણ કે, તેમાં પૈસા હોવાનો બહુ ડર નહોતો. રોકાણ કરીને, તેણે ઘણા શેરમાંથી 5 થી 7 ગણું વળતર મેળવ્યું. જોકે, એક શેરે તેને સૌથી વધુ 16,000 ગણું વળતર આપ્યું હતું. આ શેર સેરા સેનિટરીવેરનો છે, આ શેરની વર્તમાન કિંમત 8899 રૂપિયા છે પરંતુ અમુક સમયે વિજય કેડિયાએ આ શેર 30 રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. વિજય કેડિયાએ જણાવ્યું કે, તેમણે આ શેરમાંથી ડિવિડન્ડ કરતા પણ ઘણી કમાણી કરી છે.

આ ખાસ વાતચીતમાં વિજય કેડિયાએ નવા રોકાણકારોને સલાહ આપતાં જણાવ્યું હતું કે, માર્કેટમાં પૈસા લાંબા ગાળામાં જ બને છે. આ માટે સારી કંપનીઓ શોધવી પડશે, તેથી વધુ સારા સંશોધન સાથે રોકાણ કરો. શેરની કિંમત ગમે ત્યાં જાય, તેને વેચ્યા કે ખરીદ્યા પછી ક્યારેય અફસોસ ન કરો. બજારમાં તો આવું ચાલતું જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp