સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામથી બચીને રહેજો, NSE..
જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો અને તેના માટે કોઈ સોશિયલ મીડિયા ગ્રુપની સલાહ લઈ રહ્યા છો તો સાવધાન થઈ જાવ. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ સ્ટોક માર્કેટના રોકાણકારોને એક ગંભીર ચેતવણી આપી છે. NSEએ રોકાણકારોને કહ્યું છે કે તેઓ કેટલીક ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલોથી સાવધાન રહે, જે રોકાણ સાથે જોડાયેલી ખોટી સલાહ અને ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ આપી રહી છે. NSEએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક ચેતવણી આપી છે.
તેણે પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરેલી ચેતવણીમાં કહ્યું કે, કેટલાક વ્યક્તિ અને સંસ્થાઓ સુરક્ષિત, નિશ્ચિત અને ગેરંટીડ રિટર્નનો વાયદો કરીને રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. NSEએ કહ્યું કે, એવો દાવો કરવો ગેરકાયદેસર છે અને રોકાણકારોએ એવી કોઈ પણ યોજના કે પ્રોડક્ટમાં રોકાણ ન કરવું જોઈએ. NSEએ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો બાબતે વિશેષ રૂપે ચેતવણી આપી છે અને તેની લિસ્ટ તમે જોઈ શકો છો.
Instagram: bse_nse_latest
Telegram: BHARAT TRADING YATRA
તમે કોઈ પણ એવી વ્યક્તિ કે સંસ્થા પાસે રોકાણ સાથે જોડાયેલી સલાહ ન લો જે સુરક્ષિત/ નિશ્ચિત કે પછી ગેરંટીડ રિટર્સનો વાયદો કરતા હોય. એ સિવાય કોઈ સાથે સાથે પણ પોતાના ટ્રેડિંગ કરેડેન્શિયલ જેવા યુઝર ID/પાસવોર્ડ શેર ન કરો. તમે NSEની વેબસાઇટ પર નો યોર સ્ટોક બ્રોકર સુવિધાનો ઉપયોગ કરીને માત્ર રજિસ્ટર્ડ સ્ટોક્સ બ્રોકરના માધ્યમથી જ ટ્રેડિંગ કરો. NSEએ સ્પષ્ટ કર્યું કે, તેઓ એવા વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે, જે સોશિયલ મીડિયા પર રોકાણ સાથે જોડાયેલી સલાહની શોધમાં રહે છે. માત્ર ભરોસાપાત્ર સોર્સથી જ જાણકરી પ્રાપ્ત કરો અને કોઈ પણ રોકાણનો નિર્ણય લેવા પહેલા પોતાના રિસર્ચ પણ જરૂર કરો.
NSEએ ગેરકાયદેસર ટ્રેડિંગ એન્ટીટીજ તરફથી ઉપયોગ થનારા મોબાઈલ નંબર પણ શેર કર્યા છે. એક અલગ રીલિઝમાં એક્સચેન્જે બેયર એન્ડ બુલ પ્લેટફોર્મ અને ઇઝી ટ્રેડ સાથે જોડાયેલા આદિત્ય નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે, જે ડબ્બા/ઈલીગલ ટ્રેડિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. સ્ટોક એક્સચેન્જે તેના 2 મોબાઈલ નંબર 84858 55849 અને 96244 95573 પણ પબ્લિક કર્યા છે. NSEનું કહેવું છે કે, આ વ્યક્તિ NSEનો કોઈ રજીસ્ટર્સ મેમ્બરના ઓથોરાઇઝ્ડ મેમ્બર કે પોતે કોઈ મેમ્બરના રૂપમાં રજિસ્ટર્ડ નથી. તેને લઈને એક્સચેન્જે પોલીસ પાસે ફરિયાદ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp