1 જાન્યુઆરીથી આ 5 બદલાવ થઇ રહ્યા છે, તમારા કામના છે

PC: twitter.com

નવા વર્ષની પહેલી તારીખથી 5 બદલાવ થઇ રહ્યા છે જે તમારી જિંદગીમાં કામના છે. 31 ડિસેમ્બર પહેલાં તમારે આટલા કામ પુરા કરવાના છે.

ડિમેન્ટ એકાઉન્ટમાં નોમીનીનું નામ સામેલ કરવા માટે સેબીએ 31 ડિસેમ્બર સુધીની અંતિમ તારીખ જાહેર કરેલી છે. જો તમે નોમીનીનું નામ નહીં ઉમેરશો તો તમારુ ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે. તમે શેરોની લે-વેચ નહીં કરી શકો. મ્યુચ્યુઅલ ફંડમાં પણ આવું જ છે, નોમીનીનું નામ સામેલ નહીં કરો તો જમા થયેલા રૂપિયા ઉંચકવા મુશ્કેલ થશે

ઇન્કમટેક્સ રિટર્નની તારીખ 31 જુલાઇ 2023 હતી તે લંબાવીને 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે લંબાવવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2024 પછી દંડની રકમ વધી શકે છે.

RBIએ કહ્યું છે કે, બેંક લોકર એગ્રીમેન્ટ અપડેટ કરી લેવા. 31 ડિસેમ્બર સુધીમાં એગ્રીમેન્ટ અપડેટ નહીં થાય તો તમારે લોકર ખાલી કરવું પડી શકે છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશને કહ્યું છે કે જો તમે UPI IDનો ઉપયોગ કરો છો અને અત્યાર સુધીમા એક પણ ટ્રાન્ઝેકશન ન કર્યું હોય તો 1 જાન્યુઆરીથી UPI ID બંધ થઇ જશે.31 ડિસેમ્બર પહેલાં એકાદ ટ્રાન્ઝેકશન કરી લેજો

સ્ટેટ બેંકની અમૃત કળશ ડિપોઝીટ યોજના 31 ડિસેમ્બરથી બંધ થાય છે. 400 દિવસની આ યોજનાં 7.60 ટકા વ્યાજ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp