આધાર ઓનલાઈન પેમેન્ટ માટે નવા નિયમો ટુંક સમયમાં આવી રહ્યા છે, જાણો શું ફાયદા થશે
આધાર કાર્ડ એ સરકાર દ્વારા જારી કરાયેલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજના સમયમાં આધાર કાર્ડનું મહત્વ અનેકગણું વધી ગયું છે. બાળક હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ જોવા મળી શકે છે.બાળકોના શાળા પ્રવેશથી લઈને શાળામાં દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. આટલું જ નહીં Online બેંકિંગથી લઈને રાશનની દુકાનોમાં પણ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે RBI આધાર Online પેમેન્ટ માટે નવા નિયમો ટુંક સમયમાં લાવી રહી છે,જેને કારણે લોકોને ફાયદો થશે.
ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ કે ATMની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. આવા વિસ્તારોમાં Aadhaar Enabled Payment System (AEPS)
લાગુ કરવામાં આવી છે. એટલે કે આધાર કાર્ડની મદદથી પૈસા ઉપાડી શકાય છે. જો કે, આ આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમમાં Online છેતરપિંડી થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI ટુંક સમયમાં નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, જેનું પાલન તમામ બેંકો માટે ફરજિયાત હશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક AEPS ટ્રાન્ઝેક્શનને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. RBI ટૂંક સમયમાં Aadhaar Enabled Payment System માટે ગાઇડલાઇન્સ બહાર પાડશે.
Aadhaar Enabled Payment Systemમાં પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડ, પાસબુક કે ખાતા નંબરની જરૂરિયાત પડતી નથી. યૂઝર્સ આધાર નંબર અને બાયોમેટ્રિક વિગતો સાથે પૈસા ઉપાડી શકે છે,કોઇ પણ સરકારી સંસ્થા પાસેથી બેંક પેમેન્ટ હિસ્ટ્રી મેળવી શકાય છે,પૈસાની ચોરી કે છેતરપિંડી થવાની શક્યતા ઓછી છે, ગામ અથવા આંતરિયાળ વિસ્તારમાં કેશ પહોંચાડવી સરળ હોય છે.
તમારી પાસે આધાર નંબર અને બેંકનું નામ હોવું જોઇએ, તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેની પાસે આધાર નંબર અને બેંક વિગતો હોવી જોઈએ. બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને રેટિનાની વિગતો હોવી જોઈએ.
AePS સર્વિસ પ્રોવાઇડર એપ જેમ કે, CSC DigiPya, BHIM આધાર SBI જેવી વેબસાઇટ હોવી જોઈએ, ફોનમાં Aeps સર્વિસ પ્રોવાઇડર App ડાઉનલોડ કરો. મોબાઈલ નંબર અને OTP વડે લોગિન કરો. મની ટ્રાન્સફર વિકલ્પ પસંદ કરો અને આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો,તમે જેને પૈસા મોકલવા માંગો છો તેની આધાર અને બેંક વિગતો દાખલ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp