નીતા અંબાણીએ કાશી વિશ્વનાથમાં ચાટનો આનંદ માણ્યો, રેસિપી પણ પૂછી
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી સોમવારે વારાણસી પહોંચ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન બાદ તેઓ ખૂબ ખુશ નજરે પડ્યા. નીતા અંબાણી પોતાના પુત્રના લગ્નનું નિમંત્રણ આપવા કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા. નીતા અંબાણીએ કાશી વિશ્વનાથના દર્શન બાદ કહ્યું કે, ‘હું અહી 10 વર્ષ બાદ આવી છું, આ કોરિડોર જે કાશી વિશ્વનાથનું છે, તેની ભવ્યતા જોઈને ખૂબ ખુશી થઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં વારાણસીનો લુક ખૂબ બદલાઈ ગયો છે. અહી ખૂબ વિકાસ થયો છે. સાફ-સફાઇ જોઈને પણ ખૂબ ખુશી થઈ રહી છે.
એ સિવાય નીતા અંબાણીએ કહ્યું કે, પોતાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના લગ્ન બાદ એક ફંક્શન કાશીમાં જરૂર કરવા માગીશ. લગ્ન બાદ તેમની સાથે પાછી કાશી આવીશ. અત્યારે દીકરા અનંત અને રાધિકાના લગ્ન માટે આશીર્વાદ માગવા બાબા વિશ્વનાથન દરબારમાં આવી છું. કાશી વિશ્વનાથને કામના છે કે અમારા બાળકો અને પરિવાર પર તેમની કૃપા બની રહે, એ સિવાય આખા દેશના લોકો પર પણ મહાદેવનો આશીર્વાદ બન્યો રહે. અંતે તેમણે હર હર મહાદેવનો જયકારો લગાવ્યો.
આ અગાઉ નીતા અંબાણી 10 વર્ષ અગાઉ પોતાના જન્મદિવસ પર કાશી વિશ્વનાથના દર્શન માટે પહોંચ્યા હતા. કોઈ પણ શુભ કાર્ય અગાઉ અંબાણી પરિવાર ભગવાનના દર્શને જરૂર પહોંચે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરપર્સન અને MD મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. મહેમાનોને સેવ ધ ડેટ નિમંત્રણ મળવાનું શરૂ થઈ ગયું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 3 દિવસ ચાલશે. આ ફંક્શન 12 જુલાઈએ શરૂ થશે અને 14 જુલાઇ સુધી ચાલશે. પહેલા દિવસે 12 જૂલાઈને શુભ વિવાહ થશે અને તેના માટે ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. 13 જુલાઈએ શુભ આશીર્વાદનો કાર્યક્રમ હશે અને તેના માટે ઇન્ડિયન ફોર્મલ ડ્રેસ કોડ રહેશે. 14 જુલાઈએ મંગળ ઉત્સવ કે લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે અને તેના માટે ઇન્ડિયન ચિક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs
— ANI (@ANI) June 24, 2024
તેમણે દર્શન બાદ એક સ્થાનિક ચાટની દુકાન પર જઈને ત્યાંની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો અને તેમને ચાટ એટલી પસંદ પડી હતી કે, તેમણે તો રેસિપી પણ પૂછી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp